અમદાવાદ સરકાર દ્વારા સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતા લોકોને પેન્શન સહાય યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે. ત્યારે એક અરજદાર દ્વારા જૂની જ પેન્શન યોજનાનો લાભ સૌને મળે એવી અરજી હાઇકોર્ટમાં કરવામાં (Gujarat High Court )આવી હતી. જેમાં અરજદાર દ્વારા સર્વિસ રેકોર્ડ જે રજૂ કરવામાં આવે તે સરકાર દ્વારા રજૂ કરે તેવો હાઇકોર્ટ નિર્દેશ આપે એવું હાઇકોર્ટને કહેવામાં આવતા હાઈકોર્ટ ભારે નારાજગી( Application in High Court for pension scheme)વ્યક્ત કરી હતી, અને અરજદારને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો હતો.
સર્વિસ રેકોર્ડ રજૂ કરવા માટે સમય માંગ્યો કેસની વિગત આ કેસની વિગતો જોઈએ તો, એક સરકારી નિવૃત્ત કર્મચારી દ્વારા જૂની જ પેન્શન સહાય યોજનાનો લાભ મળે એવી સિવિલ અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગત સુનાવણીમાં હાઇકોર્ટે અરજદારને(Civil Petition in High Court)સર્વિસ રેકોર્ડ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારે અરજદારએ સર્વિસ રેકોર્ડ રજૂ કરવા માટે સમય માંગ્યો હતો.
હાઈકોર્ટે અરજદાર સામે નારાજગી વ્યક્ત કરી આ બાબતને લઈને અરજદારે ફરીથી હાઇકોર્ટમાં એવી અરજી કરી કે આ જે સર્વિસ રેકોર્ડ હોય એ સરકાર દ્વારા જ રજૂ કરવામાં આવે તેવા નિર્દેશ આપો એવો આગ્રહ રાખવામાં આવતા હાઈકોર્ટે અરજદાર સામે ભારે નારાજગી વ્યક્ત કરીને તેને રૂપિયા 10,000 નો દંડ ફટકાર્યો છે અને તેને ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે.
અરજદારને 10,000 નો દંડ આ સમગ્ર મામલે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે આ પ્રકારની સિવિલ એપ્લિકેશન કરવાનો હેતુ એ હાઇકોર્ટ ઉપર દબાણ ઊભું કરીને આ મેટર લેવડાવવાનો છે. અત્રે એ નોંધનીય છે કે ,હાઇકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે, આ પ્રકારની સિવિલ એપ્લિકેશન ગેરમાર્ગે દોરનારી છે. સર્વિસ રેકોર્ડ સંદર્ભ કરેલ આદેશથી અરજદાર સંતુષ્ટ જણાતા નથી તેથી અરજદારે સર્વિસ રેકોર્ડ રજૂ કરવા માટે સમય માંગ્યો હતો. જોકે હવે તે અરજી કરીને એવી માંગ કરે છે કે સરકાર દ્વારા આ સર્વિસ રેકોર્ડ રજૂ કરે તેવા નિર્દેશ આપો, જે ચલાવી લેવાઈ નહિ, તેથી અરજદારને 10,000 નો દંડ ફટકારાઈ છે, અને આ અરજી પરત ખેંચવાની મંજૂરી આપવામાં આવતી નથી.
દંડની રકમ 14 સપ્ટેમ્બર પહેલા ભરવા આદેશ જોકે આ સમગ્ર મામલે હાઇકોર્ટના કડક વલણ બાદ અરજદારના વકીલે વિનંતી કરી હતી કે અરજદાર ગરીબ છે અને આ દંડોની રકમ ભરવા માટે સક્ષમ નથી.આ સમયે હાઇકોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે જો અરજદાર ગરીબ હોય તો તેના વકીલ દંડની રકમ 14 સપ્ટેમ્બર પહેલા ભરી દે અને રજીસ્ટ્રી પણ આ રકમ ભરાયાની વિગત સાથે આ કેસ 14 સપ્ટેમ્બરે સુનાવણી માટે લિસ્ટ પણ કરવામાં આવે.