અમદાવાદ : ઓઢવ ખાતેના બાળાઓના હોમ, મહીપતરામ રૂપરામ આશ્રમ, પાલડી ખાતે આવેલ વિકાસ ગૃહ, મિશનરીઝ ઓફ ચેરિટી સંસ્થા, શિયાળ ખાતે આવેલ સંરક્ષણ ગૃહ વગેરે 8 સંસ્થાઓમાં રહેલા 158 જેટલા નાના- મોટા બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.
જેમાં સમાજના તમામ ક્ષેત્રને આવરી લેવાની જિલ્લા વહીવટીતંત્રની નેમને સાકાર કરતા આવા બાળકોની પણ આરોગ્ય તપાસ કરવા સાથે બાળ સંરક્ષણ ગૃહોને ફોગીંગ અને સેનિટાઇઝર દ્વારા જંતુમુક્ત બનાવવામાં આવ્યા હતા. તેવું સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન બોરીચાએ જણાવ્યું હતું.