ખેડા: સેવાલિયાની મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર પોલિસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ રહી હતી. આ દરમિયાન ભોપાલથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ બસમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતુ.જેમાં મુસાફરી કરી રહેલા એક યુવક પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતુ.
કોણ છે આરોપી: ડ્રગ્સ સાથે ઝડપાયેલા 28 વર્ષીય આરોપી કેરળના પથનમથિટ્ટાના રહેવાશી છે અને તેનું નામ મુહમ્મદ મુબીર સુલેમાન કુંજુ છે.
સેવાલિયાની મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર પોલિસ દ્વારા વાહન ચેકિંગને લઈને ભોપાલથી રાજકોટ જતી ખાનગી બસમાં ચેકિંગ હાથ ધર્યુ હતું ત્યારે આરોપી મુહમ્મદ મુબીર પાસેથી 6 લાખ 55 હજારની કિંમતનું 65.500 ગ્રામ મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
ડ્રગ્સ સહિત રૂ.6,65,900નો મુદ્દામાલ જપ્ત: સેવાલીયા પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ, રોકડ,મોબાઈલ સહિત રૂ.6,65,900નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. મામલામાં પોલિસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં અવાર નવાર ડ્રગ્સ જેવા માદક અને ઘાતક પદાર્થ ઝડપાતા રહે છે, ત્યારે સેવાલિયા ચેકપોસ્ટ પરથી થોડા મહિના અગાઉ પણ 14 લાખનું ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું હતુ.