વિરમગામની D.C.M કોલેજમાં નારી સંમેલનનું આયોજન, રાજ્યમાં છે 270થી વધુ નારી અદાલતો - વિરમગામ
અમદાવાદના વિરમગામ શહેરની D.C.M કોલેજ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, પ્રોગ્રામ ઓફીસર નરેન્દ્રસિંહ રાઠોડ, TDO અને CDPO મીતા જાની કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
• D.C.M કોલેજમાં નારી સંમેલન કાર્યક્રમનું આયોજન
• ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
• રીનાબેન પંડ્યા દ્વારા નારી વિષયક જાણકારી તથા મહિલાઓના કાયદાઓ અંગે જાણકારી આપી હતી
વિરમગામ: શહેરની D.C.M કોલેજ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, પ્રોગ્રામ ઓફીસર નરેન્દ્રસિંહ રાઠોડ, TDO અને CDPO મીતા જાની કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો હેતુ
મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને સરકારની મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ પ્રત્યે મહિલાઓમાં જાગૃતિ લાવવા અને સશક્તિકરણના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અત્યાર સુધીમાં તાલુકા કક્ષાએ 318થી વધુ કાયદાકીય જાગૃતિ શિબિરોનું આયોજન
ઉલ્લેખનીય છે કે,ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા અત્યાર સુધીમાં તાલુકા કક્ષાએ 318થી વધુ કાયદાકીય જાગૃતિ શિબિરોનું આયોજન કરી સરકાર દ્વારા મહિલાઓને સમાજમાં આગળ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરેલા છે. ટોલ ફ્રી હેલ્પલાઇન 1800 - 2331111 અને સોશિયલ કાઉન્સિલિંગની સેવા પણ ઉપલબ્ધ છે.
રાજ્યમાં 270થી વધુ નારી અદાલતો
સમગ્ર રાજ્યમાં 270થી વધુ નારી અદાલતો કાર્યરત છે. આ નારી અદાલતો માત્ર ગુજરાત રાજ્યમાં ચાલે છે. હવે સમગ્ર ભારતમાં પણ નારી અદાલતો શરૂ કરવા પર ભારત સરકાર કામ કરે છે .
રીનાબેન પંડ્યાનું નિવેદન
રીનાબેન પંડ્યા દ્વારા બંધારણ વિષયક જાણકારી તથા મહિલાઓના કાયદાકીય અંગે જાણકારી આપી હતી. 181 અભયમ હેલ્પલાઇન 24 કલાક મહિલાઓને સહયોગ આપે છે તેમ પણ જણાવ્યુ હતુ.
મીતાબેન જાનીએ મહિલાઓની કામગીરીની કરી પ્રશંસા
નારી અદાલત દ્વારા કોરોનાની પરિસ્થિતિમાં બહેનો દ્વારા માસ્ક બનાવી વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી છે તેમ મીતાબેન જાનીએ જણાવ્યું હતું.