અમદાવાદ ડેસ્ક: દુનિયાનો છેડો ઘર છે. પરંતુ જો તમારું ઘર દુર દુર સુધી જોવા ના મળે તો. આ વાત કાવેરી મિશનમાં જોવા મળે છે. સુદાનમાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાયા બાદ ગુજરાત સરકારે વચન લીધું કે, દરેક ફસાયેલા ગુજરાતીઓને પોતાના ઘર સુધી પહોંચાડીશું. આજે સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી 'ઓપરેશન કાવેરી' અંતર્ગત હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સ્વાગત કર્યું હતું. સુદાનથી 56 ગુજરાતીઓ આજે વહેલી પરોઢિયે અમદાવાદ પહોંચ્યા હતા. આ વેળાએ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે અમદાવાદ કલેક્ટર પ્રવિણા ડીકે તેમજ ઓપરેશન 'કાવેરી' સાથે સંકળાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
Another #OperationKaveri flight comes to Mumbai.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
246 more Indians come back to the motherland. pic.twitter.com/So7dlKO0z6
">Another #OperationKaveri flight comes to Mumbai.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 27, 2023
246 more Indians come back to the motherland. pic.twitter.com/So7dlKO0z6Another #OperationKaveri flight comes to Mumbai.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 27, 2023
246 more Indians come back to the motherland. pic.twitter.com/So7dlKO0z6
વિશ્વભરના નાગરિકો ફસાયા: ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી કહ્યું કે, સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ત્યાં વસેલા વિશ્વભરના નાગરિકો ફસાયા છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પ્રથમ દેશ છે. જેણે રેસ્ક્યુની યોજના તેમજ અધિકારીઓની એક ટીમ બનાવીને એરફોર્સ, લશ્કરી દળ સાથે મળીને સુદાનમાં ફસાયેલ નાગરીકોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન 'કાવેરી' શરૂ કર્યુ છે. ઓપરેશન 'કાવેરી' અંતર્ગત ગુજરાતના 56 લોકોને જેદ્દાહથી મુબંઇ ખાતે ખાસ ઇવેક્યુએશન ફલાઇટ્સ- C17થી ભારત લાવવામાં આવ્યા હતા. આ ગુજરાતીઓને રાજ્યના અધિકારી દ્વારા મુબંઇ ખાતે રિસિવ કરવામાં આવ્યા હતા.આ 56 ગુજરાતીઓ પૈકી 12 લોકોએ પોતાની આગવી સુવિધા કરેલી હોવાથી બાકીના 44 ગુજરાતીઓને મુંબઇથી અમદાવાદ ખાતે વોલ્વો બસ દ્વારા લાવવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો 20 Year Of Swagat : મને ખબર પડી છે કે સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી છે કે નહીં : મોદી
ઓપરેશન કાવેરી: આ ઓપરેશન કાવેરી હેઠળ તમામને પોતાના વતનમાં લાવવામાં આવ્યા હતા. સુદાનમાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાયા બાદ ત્યાં રહેતા ગુજરાતીઓને ભારત સરકારે તેમના વતન પરત લાવવા માટે ઓપરેશન કાવેરીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આજે સવારે આજે સવારે 56 ગુજરાતીઓ છ વાગે અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ ગુજરાતીઓનું ફૂલ આપીને સ્વાગત કર્યું હતું.
ઘર સુધી પહોંચાડવાની જવાબદારી: ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી વધુમાં કહ્યું કે, ગુજરાતમાં આવ્યા બાદ આ સૌ પ્રવાસીઓને પોતાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી પણ રાજ્ય સરકારે ઉઠાવી છે. સુદાનમાંથી ગુજરાતીઓ ભારતમાં પહોંચ્યા બાદ ત્યાંથી તેમના માદરે વતન સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની આગવડ ઊભી ન થાય તેની પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી કહ્યું કે, મુંબઈ થી અમદાવાદ લાવ્યા બાદ રાજકોટ જીલ્લાના 39 , ગાંધીનગર જીલ્લાના 9 , આણંદ જીલ્લાના 3 તથા વડોદરા જીલ્લાના 5 ગુજરાતીઓને પોતાના વતનમાં પરત રવાના કરવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
કામગીરી ચાલુ: ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી કહ્યું કે, ઓપરેશન 'કાવેરી' અંતર્ગત ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને તમામ ગુજરાતીઓની માહિતી તેમને પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે પણ ગુજરાતીઓની યાદી બનાવીને વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. જો હજુ કોઈ પણ ગુજરાતીઓ આવવાના બાકી હશે તેમને પણ સહી સલામત ગુજરાતમાં લાવવાની કામગીરી કરવામાં આવશે. ફ્લાઇટ કે અન્ય ટ્રાન્સપોર્ટેશન દ્વારા તેમના ઘર સુધી તેઓને પહોંચાડવામાં આવશે.
સહરાનીય કામગીરી: ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં સુદાનમાં ગુજરાતના ફસાયેલા લોકોને પરત વતનમાં લાવવા ગુજરાત સરકારના એન.આર.આઇ.પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગ, એન.આર.જી વિભાગ, અમદાવાદ કલેક્ટર કચેરી તેમજ પોલીસ વિભાગે સહરાનીય કામગીરી કરી છે. આ અવસરે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આ તમામ વિભાગોને અભિનંદન પણ પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તમામ પેસેન્જરોને દિલ્હી અને મુબંઇ ખાતેથી ગુજરાત લાવવા અંગેની કામગીરી બિન-નિવાસી ગુજરાતીઓ માટે કાર્યરત એન.આર.આઇ.પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગ અને ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાતના નિવાસી આયુકતશ્રી, દિલ્હીના સંકલનમાં કરવામાં આવી હતી.