અમદાવાદઃ NCP નેતા રેશ્મા પટેલ આ મુદ્દે જણાવ્યું કે, ભાજપ સરકાર દ્વારા કોરોનાના સમયમાં પણ નાગરિકોને લૂંટવામાં આવે છે. લોકડાઉનમાં લોકો પાસે કામ નથી અને આવક પણ નથી. ત્યારે આવો તોતિંગ દંડ ઝીંકવો ખૂબ જ અન્યાયી છે. ખરેખર જો સરકારે કોરોના વાઈરસના સંક્રમણને રોકવા લોકોને માસ્ક પહેરતા કરવા હોય તો પાંચ રુપિયાના માસ્ક તેઓ મફતમાં પણ આપી શકે છે. પરંતુ સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસને દંડ ઉઘરાવવાનો ટાર્ગેટ આપવામાં આવે છે.
![અમદાવાદમાં માસ્ક ન પહેરનાર નાગરિકો પાસેથી તોતિંગ દંડ વસૂલાતા NCPએ કર્યો વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-11-mask-protest-ncp-video-story-7209112_19072020154118_1907f_01226_120.jpg)
રેશ્મા પટેલે આક્ષેપ લગાવ્યો હતો કે, ભાજપ દ્વારા લોકોના ઉઘરાવેલા દંડના પૈસાનો ઉપયોગ વિરોધ પક્ષના ધારાસભ્યોને ખરીદવા માટે થાય છે.
![અમદાવાદમાં માસ્ક ન પહેરનાર નાગરિકો પાસેથી તોતિંગ દંડ વસૂલાતા NCPએ કર્યો વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-11-mask-protest-ncp-video-story-7209112_19072020154118_1907f_01226_43.jpg)
મહત્વનું છે કે આ વિરોધમાં NCPના નેતાઓ દ્વારા સરકારના વિરોધ કરવામાં ભુલી ગયા હતા કે તેઓ સરકારની ગાઇડલાઇનને તોડી રહ્યા છે. સરકાર દ્વારા 2 ગજની દૂરી રાખવાનું જણાવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવ્યો હતો.