અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Elections) લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષો પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. ગુજરાત નેતાઓ માટે પોલિટિકલ ટુરિઝમ બની ગયું છે. ચૂંટણીના પ્રચાર-પ્રસારની( gujarat election campaign) તૈયારીઓ જોરો-શોરોથી ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની પ્રથમ યાદી(List of candidates) જાહેર થઈ ચૂકી છે. ઉમેદવારોના નામને લઈને કોંગ્રેસ પ્રભારી રધુ શર્માના નિવાસસ્થાને બેઠક ચાલી રહી છે. બેઠક બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર થઈ શકે છે.
કોંગ્રેસ વધુ એક દાવ:ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. બે દિવસની અંદર ચાર ધારાસભ્યોએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ વધુ એક દાવ ખેલી શકે છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક પણ થઈ છે. 12 તારીખે શંકરસિંહ વાધેલા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા પ્રબળ બની છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં આગામી 12 નવેમ્બરે તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. શંકરસિંહ વાઘેલા સતત કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં કંઈક નવા-જૂની જોવા મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ભાજપનું સંગઠન હચમચી ગયું છે: જગદીશ ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું છે કે ભાજપની યાદી જાહેર થઈ ગઈ છે. અમારી યાદી પણ જાહેર થશે. અમારા કાર્યકરોની નારાજગીના ભોગે અમે કોઈને ટિકિટ નહીં આપીએ. ગમે તેટલા મોટા માથા આવશે તો પણ તેમને ટિકિટ નહીં આપીએ. ભાજપ પહેલા દિવસથી જ કોંગ્રેસને તોડીને ચૂંટણી લડવા માંગે છે. ચૂંટણી નજીક આવે તેમ કોંગ્રેસના લોકોને લઈ જાય છે. ભાજપનું સંગઠન હચમચી ગયું છે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા આજે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ ચૂકી છે. 22 બેઠકો પર ટુંક સમયમાં નામ જાહેર થશે.