ETV Bharat / state

શા માટે ભગવાન જગન્નાથજી મૂર્તિ અપૂર્ણ છે? જાણો સમગ્ર કથા - #LordJagannath

ન્યૂઝ ડેસ્ક : અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રામાં ઓડિશાના પુરી અને અમદાવાદ વિશેષ રીતે શ્રદ્ધાનું કેન્દ્ર બને છે. આ પરંપરા ઓડિશામાં આવેલા જગવિખ્યાત જગન્નાથપુરીની રથયાત્રા સાથે સંકળાયેલી મનાય છે. પુરીમાં હજારો વર્ષ પહેલાં બંધાયેલા ભગવાન જગન્નાથના ભવ્ય, વિશાળ અને શિલ્પસૌંદર્યથી સભર મંદિરની આભા આજે પણ એટલી જ તેજોજ્વલ્લ છે.

શા માટે ભગવાન જગન્નાથજી મૂર્તિ અપૂર્ણ છે
author img

By

Published : Jul 4, 2019, 4:26 PM IST

પુરીના જગન્નાથ મંદિરમાં પ્રતિષ્ઠિત જગન્નાથજીની અપૂર્ણ મૂર્તિ પાછળની કથા ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનપ્રદ છે, કારણ કે આ કથામાં માનવીના અહંકાર, અહંકારની ગ્લાનિ, ભાવ-શક્તિ અને અથાગ કર્મયોગનો સુંદર બોધ રહેલો છે.

તમને પ્રશ્ન થતો હશે કે આટલા ભવ્ય અને સુંદર મંદિરમાં ભગવાનની મૂર્તિ લાકડાની અને તે પણ હાથ-પગ વગરની છે! આવું કેમ બન્યું હશે? ચાલો, જરા ઊંડાણથી સમજીએ.

હજારો વર્ષ પહેલાં પુરીમાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાનું શાસન હતું. તેણે અતિશય સુંદર, મનોહારી પ્રાસાદોવાળી આ નગરીનું નિર્માણ કર્યું ત્યારે તેને વિચાર આવ્યો કે આવી સુંદર નગરીમાં એક ઉત્કૃષ્ટ મંદિર પણ હોવું જોઈએ. રાજાએ લાખો રૂપિયા ખર્ચીને, ગામેગામથી ઉત્તમ શિલ્પીઓને બોલાવી એક અદ્ભુત મંદિર બનાવવા તેઓને આદેશ આપ્યો. શિલ્પકારોએ રાત-દિવસ શ્રમ કરીને, સોનાનાં ફૂલો અને હીરા-માણેકજડિત તેમજ જોનારને આંજી દે તેવું ઝળહળ મંદિર ખડું કરી દીધું.

એક દિવસ એક બ્રાહ્મણ યાત્રા કરતો કરતો આ મંદિરમાં આવ્યો. તેણે રાજા પાસે આવી મંદિરનાં ખૂબ વખાણ કર્યાં અને પછી ધીમેથી પૂછ્યું, ‘આવા સુંદર મંદિરમાં મૂર્તિ કોની બેસાડશો?’ રાજા થોડો ઝંખવાણો પડ્યો. તેણે કહ્યું ‘આ વિશે તો મેં વિચાર્યું જ નથી.’ ત્યારે તેણે નીલાંચળ પર્વતમાં સ્થિત નીલમાધવની મૂર્તિ સ્થાપવા સૂચન કર્યું. રાજાએ વિદ્યાપતિ નામના બુદ્ધિશાળી જાસૂસને આ મૂર્તિ લાવવાનું કામ સોંપ્યું. વિદ્યાપતિ નીલાંચળ પર્વત પહોંચ્યો ત્યારે ખબર પડી કે ત્યાં વસતા શબરોનો સરદાર વિશ્વાવસુ જ આ મૂર્તિની પૂજા કરતો હતો. બીજા કોઈને તેની ખબર પણ નહોતી. વિદ્યાપતિએ વિશ્વાવસુની યુવાન પુત્રી સાથે પ્રેમસંબંધ બાંધ્યો અને તેને આ મૂર્તિનાં દર્શન કરાવવા વિવશ કરી. વિશ્વાવસુએ વિદ્યાપતિને નીલમાધવની અલૌકિક મૂર્તિનાં દર્શન કરાવ્યાં, પણ શરત રાખી કે તેને આંખ પર પાટા બાંધીને લઇ જવાશે. વિદ્યાપતિએ પણ યુક્તિ કરી અને રસ્તા પર રાય વેરતો ગયો, જેથી તેને આ માર્ગ ફરીથી મળી શકે. પરંતુ વિદ્યાપતિની આંખમાં ભક્તિભાવના સ્થાને લોભ દેખાયો, તેથી તેણે વિદ્યાપતિને ગુફામાં પૂરી દીધો. પછી તો વિદ્યાપતિ માંડ ત્યાંથી છૂટ્યો અને રાજાને બધી વાત કરી. ફરી તે સૈન્ય લઈ નીલાંચળ પર્વત મૂર્તિ મેળવવા આવ્યો, પણ મૂર્તિ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ.

રાજા નિરાશ થયો, ત્યારે ભગવાન નીલમાધવે રાજાને દર્શન આપીને કહ્યું કે - તું અહંકારના જોરે મૂર્તિ લેવા માગતો હતો. શબરોના જેવો ભાવ-સમર્પણ તારામાં નથી. અહંકારથી હું કદી તારા મંદિરમાં આવીશ નહિ. રાજાને જ્ઞાન થયું, પશ્ચાત્તાપ થયો. તેણે અનેક યજ્ઞો કરાવ્યા અને સંસ્કૃતિ નિર્માણનાં કાર્યો કરાવ્યાં. રાજાએ કરેલો આ એક મહાન કર્મયોગ હતો. ભગવાન પ્રસન્ન થયા. રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે દરિયાકિનારે તરતું એક મોટું લાકડાનું થડ આવશે. તેમાંથી મારી મૂર્તિ બનાવજે. રાજાએ થડ મેળવ્યું. કારીગરોએ મૂર્તિ બનાવવા પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયા. ત્યારે એક વૃદ્ધ અંધ કારીગર આવ્યો. તેણે કહ્યું કે મૂર્તિ હું બનાવીશ, પણ એકવીસ દિવસ સુધી ગર્ભગૃહનાં બારી-બારણાં બંધ રાખવાં પડશે. કોઈ અંદર આવી શકશે નહિ. પ્રભુની આ બીજી કસોટી હતી. રાજાએ વાત સ્વીકારી તો ખરી, પણ મનમાં શંકા હતી. તેમાં તેની પત્નીએ તેની આ શંકાને વધુ પ્રબળ બનાવી. રાજા પણ માનવી હતો, તે ફરી ભૂલ કરી બેઠો અને સાતમા દિવસે જ ગર્ભગૃહનાં દ્વાર ખોલી નાખ્યાં. અંદર જોયું તો વૃધ્ધ અદ્રશ્ય થઇ ગયા હતાં, હતી માત્ર હાથ-પગ વગરની અને માત્ર માથા-મોઢા અને આંખોવાળી મૂર્તિ… રાજાને ખૂબ પસ્તાવો થયો. તેની આંખો આંસુથી ભીંજાઈ ગઈ. પ્રભુને પ્રાર્થવા લાગ્યો. તે વખતે આકાશવાણી થઈ. આ મહાન કર્મયોગીનું મંદિર છે. તેમાં આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કર. આ મૂર્તિ લોકોને આશીર્વાદ આપશે અને શરણે આવેલાને માર્ગદર્શન આપશે.

મંદિરમાં રહેલી આ મૂર્તિ ઉપદેશાત્મક છે. આ અપૂર્ણ મૂર્તિ આપણી સૌની અપૂર્ણતાની ઝાંખી કરાવે છે, કારણ કે ભગવાન તો પૂર્ણ છે, પરંતુ આપણે અપૂર્ણ છીએ અને એ અપૂર્ણતા સાથે માનવે ભગવાનની મૂર્તિ બનાવી છે. છતાં અહીં રાજાની અપૂર્ણતાને ભગવાને સ્વીકારી છે, કારણ કે રાજાનો ભાવ અને કર્મ ભગવાન માટે છે તેના અહંકારનો વિલય થયો છે. તે કૃતકૃત્ય બની ભગવાનને પ્રાર્થી રહ્યો છે.

હાથ-પગ વગરની મૂર્તિનો અર્થ એ છે કે ભગવાનને કંઈ લેવું નથી, કંઈ આપવું નથી, ક્યાંય જવું નથી, માત્ર ભક્તોનો ભાવ નિહાળવો છે. સાક્ષી બનીને આપણા કર્મને, જીવનને જોવું છે. તેનો આપણા પ્રત્યેનો પ્રેમ નિરપેક્ષ છે અને આપણે પણ તેની પાસે નિરપેક્ષ ભાવે જવાનું છે, જે કોઈને ભગવાન જગન્નાથની મૂર્તિની દિવ્ય કથાની જાણ હશે તે જ્યારે આ મૂર્તિનાં દર્શન કરશે તે પછી તેની કલ્પના કરશે ત્યારે તેની દષ્ટિ બદલાઈ જશે.

Intro:Body:

શા માટે ભગવાન જગન્નાથજી મૂર્તિ અપૂર્ણ છે? જાણો સમગ્ર કથા

#RathYatra #LordJagannath #Gujarat  #RathYatra2019 gujaratinews JagannathPuri #Odisha    

અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રામાં ઓડિશાના પુરી અને અમદાવાદ વિશેષ રીતે શ્રદ્ધાનું કેન્દ્ર બને છે. આ પરંપરા ઓડિશામાં આવેલા જગવિખ્યાત જગન્નાથપુરીની રથયાત્રા સાથે સંકળાયેલી ગણાય છે. પુરીમાં હજારો વર્ષ પહેલાં બંધાયેલા ભગવાન જગન્નાથના ભવ્ય, વિશાળ અને શિલ્પસૌંદર્યથી સભર મંદિરની આભા આજે પણ એટલી જ તેજોજ્વલ્લ છે. 

પુરીના જગન્નાથ મંદિરમાં પ્રતિષ્ઠિત જગન્નાથજીની અપૂર્ણ મૂર્તિ પાછળની કથા ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનપ્રદ છે, કારણ કે આ કથામાં માનવીના અહંકાર, અહંકારની ગ્લાનિ, ભાવ-શક્તિ અને અથાગ કર્મયોગનો સુંદર બોધ રહેલો છે.

તમને પ્રશ્ન થતો હશે કે આટલા ભવ્ય અને સુંદર મંદિરમાં ભગવાનની મૂર્તિ લાકડાની અને તે પણ હાથ-પગ વગરની છે! આવું કેમ બન્યું હશે? ચાલો, જરા ઊંડાણથી સમજીએ.

હજારો વર્ષ પહેલાં પુરીમાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાનું શાસન હતું. તેણે અતિશય સુંદર, મનોહારી પ્રાસાદોવાળી આ નગરીનું નિર્માણ કર્યું ત્યારે તેને વિચાર આવ્યો કે આવી સુંદર નગરીમાં એક ઉત્કૃષ્ટ મંદિર પણ હોવું જોઈએ. રાજાએ લાખો રૂપિયા ખર્ચીને, ગામેગામથી ઉત્તમ શિલ્પીઓને બોલાવી એક અદ્ભુત મંદિર બનાવવા તેઓને આદેશ આપ્યો. શિલ્પકારોએ રાત-દિવસ શ્રમ કરીને, સોનાનાં ફૂલો અને હીરા-માણેકજડિત તેમજ જોનારને આંજી દે તેવું ઝળહળ મંદિર ખડું કરી દીધું.

એક દિવસ એક બ્રાહ્મણ યાત્રા કરતો કરતો આ મંદિરમાં આવ્યો. તેણે રાજા પાસે આવી મંદિરનાં ખૂબ વખાણ કર્યાં અને પછી ધીમેથી પૂછ્યું, ‘આવા સુંદર મંદિરમાં મૂર્તિ કોની બેસાડશો?’ રાજા થોડો ઝંખવાણો પડ્યો. તેણે કહ્યું ‘આ વિશે તો મેં વિચાર્યું જ નથી.’ ત્યારે તેણે નીલાંચળ પર્વતમાં સ્થિત નીલમાધવની મૂર્તિ સ્થાપવા સૂચન કર્યું. રાજાએ વિદ્યાપતિ નામના બુદ્ધિશાળી જાસૂસને આ મૂર્તિ લાવવાનું કામ સોંપ્યું. વિદ્યાપતિ નીલાંચળ પર્વત પહોંચ્યો ત્યારે ખબર પડી કે ત્યાં વસતા શબરોનો સરદાર વિશ્વાવસુ જ આ મૂર્તિની પૂજા કરતો હતો. બીજા કોઈને તેની ખબર પણ નહોતી. વિદ્યાપતિએ વિશ્વાવસુની યુવાન પુત્રી સાથે પ્રેમસંબંધ બાંધ્યો અને તેને આ મૂર્તિનાં દર્શન કરાવવા વિવશ કરી. વિશ્વાવસુએ વિદ્યાપતિને નીલમાધવની અલૌકિક મૂર્તિનાં દર્શન કરાવ્યાં, પણ શરત રાખી કે તેને આંખ પર પાટા બાંધીને લઇ જવાશે. વિદ્યાપતિએ પણ યુક્તિ કરી અને રસ્તા પર રાય વેરતો ગયો, જેથી તેને આ માર્ગ ફરીથી મળી શકે. પરંતું વિદ્યાપતિની આંખમાં ભક્તિભાવના સ્થાને લોભ દેખાયો, તેથી તેણે વિદ્યાપતિને ગુફામાં પૂરી દીધો. પછી તો વિદ્યાપતિ માંડ ત્યાંથી છૂટ્યો અને રાજાને બધી વાત કરી. ફરી તે સૈન્ય લઈ નીલાંચળ પર્વત મૂર્તિ મેળવવા આવ્યો, પણ મૂર્તિ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ.

રાજા નિરાશ થયો, ત્યારે ભગવાન નીલમાધવે રાજાને દર્શન આપીને કહ્યું કે - તું અહંકારના જોરે મૂર્તિ લેવા માગતો હતો. શબરોના જેવો ભાવ-સમર્પણ તારામાં નથી. અહંકારથી હું કદી તારા મંદિરમાં આવીશ નહિ. રાજાને જ્ઞાન થયું, પશ્ચાત્તાપ થયો. તેણે અનેક યજ્ઞો કરાવ્યા અને સંસ્કૃતિ નિર્માણનાં કાર્યો કરાવ્યાં. રાજાએ કરેલો આ એક મહાન કર્મયોગ હતો. ભગવાન પ્રસન્ન થયા. રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે દરિયાકિનારે તરતું એક મોટું લાકડાનું થડ આવશે. તેમાંથી મારી મૂર્તિ બનાવજે. રાજાએ થડ મેળવ્યું. કારીગરોએ મૂર્તિ બનાવવા પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયા. ત્યારે એક વૃદ્ધ અંધ કારીગર આવ્યો. તેણે કહ્યું કે મૂર્તિ હું બનાવીશ, પણ એકવીસ દિવસ સુધી ગર્ભગૃહનાં બારી-બારણાં બંધ રાખવાં પડશે. કોઈ અંદર આવી શકશે નહિ. પ્રભુની આ બીજી કસોટી હતી. રાજાએ વાત સ્વીકારી તો ખરી, પણ મનમાં શંકા હતી. તેમાં તેની પત્નીએ તેની આ શંકાને વધુ પ્રબળ બનાવી. રાજા પણ માનવી હતો, તે ફરી ભૂલ કરી બેઠો અને સાતમા દિવસે જ ગર્ભગૃહનાં દ્વાર ખોલી નાખ્યાં. અંદર જોયું તો વૃધ્ધ અદ્રશ્ય થઇ ગયા હતાં, હતી માત્ર હાથ-પગ વગરની અને માત્ર માથા-મોઢા અને આંખોવાળી મૂર્તિ… રાજાને ખૂબ પસ્તાવો થયો. તેની આંખો આંસુથી ભીંજાઈ ગઈ. પ્રભુને પ્રાર્થવા લાગ્યો. તે વખતે આકાશવાણી થઈ. આ મહાન કર્મયોગીનું મંદિર છે. તેમાં આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કર. આ મૂર્તિ લોકોને આશીર્વાદ આપશે અને શરણે આવેલાને માર્ગદર્શન આપશે. 

મંદિરમાં રહેલી આ મૂર્તિ ઉપદેશાત્મક છે. આ અપૂર્ણ મૂર્તિ આપણી સૌની અપૂર્ણતાની ઝાંખી કરાવે છે, કારણ કે ભગવાન તો પૂર્ણ છે, પરંતુ આપણે અપૂર્ણ છીએ અને એ અપૂર્ણતા સાથે માનવે ભગવાનની મૂર્તિ બનાવી છે. છતાં અહીં રાજાની અપૂર્ણતાને ભગવાને સ્વીકારી છે, કારણ કે રાજાનો ભાવ અને કર્મ ભગવાન માટે છે તેના અહંકારનો વિલય થયો છે. તે કૃતકૃત્ય બની ભગવાનને પ્રાર્થી રહ્યો છે. 

હાથ-પગ વગરની મૂર્તિનો અર્થ એ છે કે ભગવાનને કંઈ લેવું નથી, કંઈ આપવું નથી, ક્યાંય જવું નથી, માત્ર ભક્તોનો ભાવ નિહાળવો છે. સાક્ષી બનીને આપણા કર્મને, જીવનને જોવું છે. તેનો આપણા પ્રત્યેનો પ્રેમ નિરપેક્ષ છે અને આપણે પણ તેની પાસે નિરપેક્ષ ભાવે જવાનું છે, જે કોઈને ભગવાન જગન્નાથની મૂર્તિની દિવ્ય કથાની જાણ હશે તે જ્યારે આ મૂર્તિનાં દર્શન કરશે તે પછી તેની કલ્પના કરશે ત્યારે તેની દષ્ટિ બદલાઈ જશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.