અમદાવાદ: કોરોના વાઈરસના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં લોકડાઉનની અસર જોવા મળી રહી છે. મંગળવાર સવારથી જ શહેરમાં દુકાનો, કોમ્પ્લેક્ષ, શોપિંગ સેન્ટર તમામ જગ્યાઓ બંધ જોવા મળી હતી. 31મી માર્ચ સુધી રાજ્યમાં લોકડાઉન રહેશે.
અમદાવાદમાં પણ લોકોએ બંધ રાખ્યું છે. કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી લોકોએ સમજીને દુકાન, મોલ, મલ્ટીપ્લેક્સ સહિતના સ્થળો પર બંધ રાખ્યું હતું. તમામ જગ્યાઓ પર વ્યક્તિઓ દેખાતા નથી. બીજી તરફ શહેરના રસ્તાઓ પરથી પસાર થતા લોકોને પણ રોકી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા લોકોને શાંતિપૂર્ણ રીતે અપીલ કરીને પાછા મોકલવામાં આવ્યા હતા.
રાજ્યમાં લોકડાઉન હોવાથી પોલીસ લોકોને જાહેર સ્થળો પર ભેગા થતા રોકી રહી છે.