ETV Bharat / state

અમદાવાદ શહેરમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો, તંત્રના આંખ આડા કાન - diarrhea and vomiting cases in Ahmedabad city

રાજયમાં હાલ બેવડા વાતાવરણનો અનૂભવ થઇ રહ્યો છે.વહેલી સવારે ઠંડક હોય છે અને બપોરએ ભારે તડકો પડે છે. પરંતુ તેની અસર લોકો (diarrhea and vomiting cases) પર પડી રહી છે. અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. અને તેની સાથે પાણીજન્ય (Water borne cases) કેસોમાં પણ વધારો થયો છે. બેકટેરિયોલોજીકલ તપાસ (Bacteriological examination) માટે 341 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી 3 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. જયારે આરોગ્ય વિભાગ દ્વારા 2400 ક્લોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો, તંત્રના આંખ આડા કાન

author img

By

Published : Nov 11, 2022, 7:49 PM IST

Updated : Nov 11, 2022, 9:36 PM IST

અમદાવાદ શહેરમાં હવે વહેલી સવારે ઠંડીનું વાતવરણ જોવા મળે છે. પરંતુ શહેરમાં મચ્છરજન્ય સાથે પાણીજન્ય કેસ (Water borne cases) વધારો જોવા મળી રહ્યો છે. નવેમ્બર માસમાં પ્રથમ સપ્તાહમાં જ ડેન્ગ્યુ કેસ 107 અને ઝાડા ઉલ્ટીના કેસનો આંકડો 118 પહોંચતા કોર્પોરેશન હરકતમાં જોવા મળ્યું છે.

અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો, તંત્રના આંખ આડા કાન

કેસ સામે આવ્યા રાજયમાં હાલ બેવડા વાતાવરણનો અનૂભવ થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં રોગચાળો ઓછું થવાનું નામ ના લેતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટીના (diarrhea and vomiting cases) કેસની સામે સ્વાઈન ફલૂ કેસ સામે આવી રહ્યા છે. પરંતુ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ડેન્ગ્યુના કેસમાં વધારો ચિંતા વિષય બન્યો છે.

મચ્છરજન્ય રોગનું પ્રમાણ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ ડેન્ગ્યુનાના 107 કેસ નોંધાયા હતા. શહેરમાં વરસાદ બાદ મચ્છર ઉપદ્રવ (Mosquito borne cases) મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય રોગનું પ્રમાણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે. શહેરમાં નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં 107 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયા 10 કેસ,ઝેરી મેંલેરિયાના 7 કેસ, ચિકનગુનિયા 9 કેસ સામે આવ્યા છે. જેના પગલે કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા નવેમ્બર માસના પ્રથમ સપ્તાહ માસમાં 12,607 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુ માટે સિરમના 503 સેમ્પલ લેવામાં આવ્યા છે.

રોગચાળા કેસમાં વધારો ઝાડાઉલ્ટીના 118 કેસ શહેરમાં પાણીજન્ય રોગચાળા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઝાડા ઉલ્ટીના કેસમાં ડબલ વધારો જોવા મળી રહ્યો છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં 118 કેસ નોંધયા છે.અન્ય પાણી જન્ય કેસની વાત કરવામાં આવે તો કમળાના 98 કેસ, ટાઈફોઈડના 98 કેસ નોંધાયા છે.

ક્લોરીન ગોળી વિતરણ શહેરમાં મચ્છરજન્ય કેસમાં વધારો ના થાય તે માટે સતત ફોગિંગ ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત બેકટેરિયોલોજીકલ તપાસ માટે 341 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી 3 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. જયારે આરોગ્ય વિભાગ દ્વારા 2400 ક્લોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.

Last Updated : Nov 11, 2022, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.