ETV Bharat / state

Ahmedabad Crime News : અમદાવાદના નરોડમાં યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અનેક વાર હવસનો શિકાર બનાવી - અમદાવાદ ક્રાઇમ ન્યૂઝ

અમદાવાદના નરોડામાં એક યુવતીને લગ્નની લાલચ આપીને એક શખ્સે અનેકવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. યુવતી કોલેજ જતી હતી તે સમયે યુવકના સંપર્કમાં આવી હતી અને બંન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જે બાદ યુવતી શખ્સના ઘરે રહેવા પણ ગઇ હતી. ત્યારબાદ યુવતી તેના કાકીના ઘરે ગઇ તે સમયે શખ્સે આવીને કહ્યુ કે, હું તારી સાથે લગ્ન કરવાનો નથી અને આપણા સંબંધની કોઇને જાણ કરીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ. આ અંગે યુવતીએ શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 7:23 AM IST

અમદાવાદ : કૃષ્ણનગરમાં 20 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. જેમાં યુવતી કોલેજ જતી હતી તે સમયે નરોડામાં રહેતો જય પટેલ તેની કોલેજ પાસે જતો હોવાથી તેનો સંપર્ક થયો હતો. બાદમાં બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદ જયે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. ગત 6 માર્ચે યુવતી કોલેજ ગઇ હતી ત્યારે જય તેને મળવા માટે ગયો હતો. પરંતુ માણસોની અવર-જવર વધારે હોવાથી જયે કહ્યુ કે, આપણે કોઇ શાંત જગ્યાએ બેસીએ તેમ કહીને સગીરાને નરોડાની હોટલમાં લઇ જઇને લગ્ન કરવાની લાલચ આપીને જબરદસ્તી દુષ્કર્મ આચર્યુ હતું. આવી રીતે જયે અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું.

યુવતી દુષ્કર્મનો શિકાર બની હતી : જે બાદ યુવતી જયના ઘરે રહેવા માટે પણ ગઇ હતી. જ્યારે ગત 25 ઓગસ્ટે યુવતી તેના કાકીના ઘરે ગઇ હતી. તે સમયે જય પણ ત્યાં આવ્યો હતો અને કહ્યું કે, હું તારી સાથે લગ્ન કરવાનો નથી અને આપણા પ્રેમ સંબંધની કોઇને પણ વાત કરીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ. તે ધમકી આપ્યા બાદ ત્યાથી જતો રહ્યો હતો. આ અંગે યુવતીએ જય પટેલ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલિસ ફરિયાદ નોંધાઇ : આ ઘટના અંગે નરોડા પોલીસ સ્ટેશનના PI એસ.જે. ભાટિયાએ ETV ભારત સાથે જણાવ્યું હતું કે, આ અંગે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ માટે ટીમો કામે લગાડવામાં આવી છે. તમામ પ્રકારના પુરાવાઓ એકત્ર કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  1. Ahmedabad Crime News : હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીને સાથે જોઈને અસામાજિક તત્વોએ કર્યો હંગામો
  2. Vadodara Crime : સાવલી તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ, ખાણ ખનીજની ટીમ ઉપર હુમલો, 3 કરોડના વાહનો જપ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.