હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 24, 25, 26 ઓગષ્ટના રોજ વરસાદ પડી શકે છે. જેમાં પોરબંદર, વલસાડ, નવસારી સંધ પ્રદેશમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તદ્ ઉપરાંત પૂર્વ પટ્ટીના અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે.
રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ખેડા, મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. જે મધ્ય ગુજરાતના અમદાવાદ લઈ પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે.