અમદાવાદ- અમદાવાદ જિલ્લા કલેક્ટર કે. કે.નિરાલાએ જિલ્લા વહીવટીતંત્રને વૃદ્ધોની સારસંભાળ અને દેખભાળ માટે સૂચના આપી છે. આ ઝુંબેશ અંગે જિલ્લા કલેક્ટર કે. કે.નિરાલા કહે છે, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી વહીવટીતંત્રને વધુ મજબૂત બનાવવાની બાબત પર ભાર મૂકી રહ્યા છે, ત્યારે સમાજમાં સૌથી વધુ જેને મદદની જરુર છે, તેવા વડીલોની આરોગ્યની સારસંભાળ રાખવી એ આપણી નૈતિક જવાબદારી છે. અમદાવાદ જિલ્લામાં બે દિવસથી શરુ થયેલી આ કામગીરી હેઠળ 137થી વધુ વૃદ્ધોનું હેલ્થ ચેકઅપ હાથ ધરાયું છે. અમદાવાદ જિલ્લાના મેડિકલ સ્ટાફની મદદથી આ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ જિલ્લાના તમામ વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોનું હેલ્થ ચેકઅપ શરૂ - સીનિયર સિટીઝન
કોરોનાના સંક્રમણની અસર વિવિધ વર્ગ અને વયજૂથ પર વર્તાઈ રહી છે, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ અમદાવાદ જિલ્લાના 20થી વધુ વૃદ્ધાશ્રમો રહેતાં 700થી વધુ વૃદ્ધોનું હેલ્થ ચેકઅપ કરાવવાનું નક્કી કર્યું છે, અને આજે સોમવારથી હેલ્થચેક અપ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.