ETV Bharat / state

Gujarati Compulsory: વિધાનસભામાં ધોરણ 1થી 8મા ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ રજૂ કરાશે - undefined

રાજ્યની શાળાઓ બાળકોને ફરજિયાત ગુજરાતી વિષય ભણાવે તે માટે બિલ લાવવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ આવશે. આગામી દિવસોમા ધોરણ 1-8 મા ગુજરાતી ભાષા ફરજીયાત કરાશે. બધા જ કોર્ષ ગુજરાતમાં જે ચાલે છે તે તમામને આવરી લેવામાં આવશે. આ પહેલા ગુજરાત સરકારે ગુજરાતમાં તમામ બેનર્સને ગુજરાતીમાં રાખવા માટેનો મહત્ત્વનો આદેશ કર્યો હતો.

vવિધાનસભામાં ધોરણ 1થી 8મા ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ રજૂ કરાશે
વિધાનસભામાં ધોરણ 1થી 8મા ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ રજૂ કરાશે
author img

By

Published : Feb 22, 2023, 1:34 PM IST

Updated : Feb 22, 2023, 2:20 PM IST

અમદાવાદ: રાજ્યની શાળાઓ બાળકોને ફરજિયાત ગુજરાતી વિષય ભણાવે તે માટે બિલ લાવવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ આવશે. આગામી દિવસોમા ધોરણ 1-8 મા ગુજરાતી ભાષા ફરજીયાત કરાશે. બધા જ કોર્ષ ગુજરાતમાં જે ચાલે છે તે તમામને આવરી લેવામાં આવશે. જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવતી તેમને દંડ અને સજા જોગવાઈ કરાશે. પ્રથમ બે વખત દંડ અને ત્યારબાદ ત્રીજી વખત પ્રતિદિન દંડની જોગવાઈ હશે.

આ પણ વાંચોઃ Health tips: લીલા શાકભાજીના જ્યુસ ત્રણેય ઋતુમાં ગુણકારી, ઉનાળામાં પણ મોજથી પીવે છે લોકો

ગુજરાતી ભાષાને લઈને હાઈકોર્ટની ટકોર: અગાઉ રાજ્યમાં કેટલીક શાળાઓમાં આજે પણ ગુજરાતી ભાષા ન ભણાવાતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે. ગુજરાતી ભાષા ન ભણાવતી શાળાઓ સામે હાઈકોર્ટ લાલઘુમ થઈ છે. સાથે જ હાઈકોર્ટે સરકારને અત્યાર સુધી કયા પગલાં લીધા અને કેવી કામગીરી કરી તેના પર વેધક સવાલ પૂછ્યા હતા. ઉપરાંત હાઈકોર્ટે સરકારને સખત પગલાં લેવા પણ કહ્યું છે. જેને પગલે હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકાર વિધાનસભામાં ગુજરાતી ભાષાને ફરજિયાત કરતું બિલ રજૂ કરશે. જે અંતર્ગત ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષાને ફરજિયાત કરાશે. સાથે જ તેનો અમલ ન કરનાર સામે કાર્યવાહી કરાશે.

માતૃભાષા દિવસઃ 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાતી માતૃભાષા દિવસની રાજ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. જેના બીજા જ દિવસે એટલે કે, તારીખ 22 ફેબ્રુઆરીના રોજ સરકારે એ મોટો અને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જોકે, આ પહેલા ગુજરાત હાઈકોર્ટે સરકારની એવી ટકોર કરી હતી કે, જે સ્કૂલ ગુજરાતી ભાષાને પ્રાધન્ય આપતી નથી અને ગુજરાતી ભાષાનો અભ્યાસ પણ કરાવતી નથી તો એને શા માટે મંજૂરી આપી દેવામાં આવે છે. આ ઠપકાને ધ્યાને લઈને સરકારે શિક્ષણ વિભાગ સાથે એક મહત્ત્વની બેઠક યોજી હતી. એ પછી સરકારે આ નિર્ણય જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃSurat Private Bus Issue:બસ ઓપરેટરો અને MLA વચ્ચેના વિવાદમાં મુસાફરો ન ઘરના ન ઘાટના

રાજ્યભરમાં લાગુઃ જોકે, સરકારના આદેશ સામે કાયમ અમલવારીનો પ્રશ્ન ઊભો હોય છે. પણ સરકારના આ ગુજરાતી ભાષાને લઈને કરેલા આદેશનો અમલ દરેક સ્કૂલમાં કરાવવામાં આવશે એવું શિક્ષણ વિભાગ ખાતરી પૂર્વક માને છે. ખાસ કરીને ખાનગી સ્કૂલમાં જે રીતે કોર્ષ કરાવવામાં આવે છે એને લઈને ગુજરાતી ભાષાને ફરી એકવખત પ્રાધાન્ય મળી રહેશે એવું સ્પષ્ટ દેખાય રહ્યું છે.

Last Updated : Feb 22, 2023, 2:20 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.