અમદાવાદ ડેસ્ક: રાજય સરકારે ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે અનેકવિધ પગલાં ભર્યા છે. જેના ભાગરૂપે રાજયના પોલીસ વિભાગે VISWAS Project અંતર્ગત સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાના મુખ્ય મથકો, 6 -પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા મળી કુલ41 -શહેરોમાં ટ્રાફિક જંકશન એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય વ્યુહાત્મક સ્થળોએ 7000 થી વધુ CCTV કેમેરા લગાવી, સબંધિત જિલ્લાના NETRAM સાથે પોઇન્ટ ટુ પોઇન્ટ ફાઇબર કનેક્ટીવીટીથી જોડી દીધા છે. તમામ જિલ્લાઓના ‘NETRAM ને ગાંધીનગર સ્થિત TRINETRA: Integrated Command & Control Centre (i3C) સાથે integrate કરવામાં આવ્યા છે. હવે VISWAS Project અંતર્ગતના તમામ જિલ્લાઓમાં One Nation One Challan System કાર્યરત કરી દેવામાં આવી છે.
"રાજ્યના તમામ જિલ્લાઓમાં ટ્રાફીક નિયમોના ભંગ ઉપર નિયંત્રણ લાવવા તેમજ નાગરિકોમાં ટ્રાફીક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતતા ફેલાય તે માટે વાહન માલિકને ટ્રાફીક નિયમોના ઉલ્લંધન બદલ VISWAS Project હેઠળ તમામ જિલ્લાઓમાં તા. 15/02/2020 થી e-Challan જારી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવેથી રાજયમાં VISWAS Project હેઠળ તમામ જિલ્લાઓમાં One Nation One Challan System મારફતે વાહન માલિકને e-Challan જારી કરવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે"--નરસિંહા કોમર (ડી.જી.પી)
સુવિધા ઉપલબ્ધ: તા13/06/2023 પહેલાં ઇસ્યુ કરવામાં આવેલા e-Challan સામે માંડવાળ રકમ ચુકવવા માટે OnlinePortal:https://echallanpayment.gujarat.gov.in ઉપર Credit Card/Debit Card/Internet Banking /UPI થી online payment કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ offline payment (રોકડમાં) માટે જિલ્લાઓમાં નિયત કરાયેલ પોલીસ સ્ટેશનો ખાતે તેમજ જિલ્લાના NETRAM ખાતે over the counter payment facility ઉભી કરવામાં આવી છે.
ચુકવણીનો આગ્રહ: One Nation One Challan System માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, ભારત સરકાર ના ‘VAHAN’ (data base of vehicle registration numbers) અને ‘SARTHI’ (data base of driving licenses) સાથે integrate થયેલ છે. ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO) એક જ પ્લેટફોર્મ One Nation One Challan System પર કાર્યરત હોવાથી ડેટાની અખંડિતતા, વિશ્વસનીયતા અને પારદર્શિતા જળવાઇ રહે છે.
કાર્યાલય મુલાકાત: વાહન માલિકો દ્વારા વાહનોની નોંધણી, માલીકના નામમાં ફેરબદલ કરવા, Registration Certificate માં ફેરબદલ કે ડેટા અદ્યતન કરાવવા, NOC, fitness certificate, permits તેમજ અન્ય કામગીરી માટે જ્યારે પ્રાદેશિક પરિવહન કાર્યાલય મુલાકાત લેવાની થશે ત્યારે તે વાહન સામે ઇસ્યુ થયેલ e-Challan ની ચુકવણી નહીં કરેલ હોય તો પ્રાદેશિક પરિવહન કાર્યાલયના અધિકારી દ્વારા તે બાબતે પ્રથમ ચુકવણીનો આગ્રહ રાખવામાં આવશે.
વિડીયો ફીડની મદદ: VISWAS Project અંતર્ગત લગાવવામાં આવેલ CCTV Camera ના વિડીયો ફીડ રાજ્યની પોલીસને ગુન્હા શોધવામાં ખુબ જ મદદરૂપ થઈ રહી છે. પોલીસ દ્વારા હીટ એન્ડ રનના કેસ, માર્ગ અકસ્માત, અપહરણ, ગુમ થયેલ વ્યક્તિ કે ચીજવસ્તુઓના કેસ, ચોરી, લુંટ, ધાડ, ચીલ ઝડપ કેસો શોધવામાં તેમજ ગુન્હા બાદની તપાસમાં CCTV Camera ના વિડીયો ફીડની મદદ લેવામાં આવે છે. VISWAS Projectના અમલીકરણ બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના ૫૫૦૦થી વધુ કેસો શોધવામાં મદદ મળી છે. VISWAS Projectના અમલીકરણ બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં ચોરી, લૂંટ, ધાડ, હિટ એન્ડ રન જેવા 5500થી વધુ ગુનાઓ ડિટેક્ટ કરવામાં મદદ મળી છે.