ગાંધીનગર: ઉનાળાની સિઝનની શરૂઆત થઈ છે ત્યારે ફળોનો રજા કેરીનું બજારમાં આગમન થઈ ગયું છે. દેશમાં ગુજરાત રાજ્ય કેરી પકવતું ત્રીજા નંબરનું રાજ્ય છે ત્યારે ગુજરાતમાં અનેક દેશોમાં ફળોના રાજા એવી કેરીનું એક્સપોર્ટ થાય છે. ગુજરાત વર્ષ 2021-22 માં કુલ 1,66,325 હેકટર વિસ્તારમાં 9,17,196 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન નોંધાયું હતું.
સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં કેરીનું ઉત્પાદન: ગુજરાતમાં હંમેશા ગીર અને જૂનાગઢની કેરી ખૂબ જ પ્રખ્યાત છે. સૌથી વધુ કેરીનું ઉત્પાદનમાં દક્ષિણ ગુજરાત અવ્વલ છે. ગુજરાત કૃષિ ભવન દ્વારા સત્તાવાર જણાવ્યું હતું કે, 'દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં કેરીનું ખૂબ ઉત્પાદન નોંધાયું હતું. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં 37,344 હેકટર વિસ્તારમાં કેરીનું ઉત્પાદન નોંધાયું હતું.'
કેસર કેરીની વિદેશમાં ડિમાન્ડ: કેરીના એક્સપોર્ટ બાબતે ગુજરાત સરકારના બાગાયત વિભાગના નિયમો પી.એમ. વઘાસીયાએ ETV ભારત સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં કેસર કેરીનું સૌથી મોટું ઉત્પાદન છે અને કેસર કેરીની ડિમાન્ડ પણ વિદેશમાં ખૂબ જ સારી છે. સૌથી વધુ કેસર કેરીનો એક્સપોર્ટ આપણે અન્ય દેશ-વિદેશમાં કરવામાં આવે છે. કેસર કેરી ગુજરાતની ઓળખ છે.'
આ પણ વાંચો Gujarat mango: 15 મેથી બજારમાં કચ્છી કેસરની ધમધમાટ જોવા મળશે
અરબ દેશોમાં કેરીનું મોટું માર્કેટ: સમગ્ર દેશમાંથી કેરીનું એક્સપોર્ટ કરવામાં આવે છે જેમાં કેન્દ્ર સરકારના એગ્રીકલ્ચર એન્ડ પ્રોસિડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટીની વિગતો અનુસાર ગુજરાત અને દેશમાં સૌથી વધુ કેરીનું એક્સપોર્ટ અરબ કન્ટ્રીમાં કરવામાં આવે છે. જેમાં કુલ એક્સપોર્ટનું 44 ટકા કેરીનો જથ્થો અરબ કન્ટ્રી, યુ.કે.માં 22 ટકા, 7 ટકા કતાર, 6 ઓમાન અને 5 ટકા જેટલું એક્સપોર્ટ કુવૈતમાં કરવામાં આવે છે.
એક્સપોર્ટમાં 100 ટકાનો વધારો: વર્ષ 2023 ની સીઝનમાં ગુજરાતમાંથી સીધા અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં કેરીના એક્સપોર્ટ માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આમ ભારત દેશના અલગ અલગ રાજ્યમાં ઉત્પાદન થતી કેરી કુલ 59 જેટલા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2021-22 માં કુલ 27,872.77 મેટ્રિક ટન કેરીનું એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારને 32,745.12 લાખ રૂપિયાની આવક થઈ છે જ્યારે એક્સપોર્ટમાં 100 ટકાનો વધારો થયો છે.