અમદાવાદઃ અમદાવાદ એ સૌથી વધારે વસ્તી ધરાવતું ગીચ શહેર છે. જ્યાં વધતી જતી વસ્તીને લઈને હંમેશા જગ્યાનો અભાવ જોવા મળતો હોય છે. આને કારણે અમદાવાદમાં હવે જૂની સોસાયટીઓને રિડેવલપમેન્ટ કરીને ફરીથી બનવાલાયક રહેઠાણ બનાવવામાં આવતા હોય છે. અમદાવાદમાં એવી ઘણી બધી સોસાયટીઓને બિલ્ડીંગો છે, જેને રિડેવલપમેન્ટ કરવામાં આવતી હોય છે, પરંતુ તેમાં નિયમોને આધીન રહીને ઘણી બધી વખત રિડેવલપમેન્ટને રદ કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચો Surat Crime સુરતમાં 12 વર્ષ પહેલાના શિશુ પરીક્ષણ મામલામાં ડોક્ટર દંપતિને 3 મહિનાની સજા
હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદોઃ જોકે, આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. આમાં રિડેવલપમેન્ટ માટે સોસાયટીના 75 ટકા સભ્યોની મંજૂરી હોય તો બાકીના 25 ટકા સભ્યોની મંજૂરીની જરૂરિયાત રહેતી નથી.
શું છે સમગ્ર મામલોઃ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ નગર કો-ઓપરેટીવ સોસાયટીને રિડેવલપમેન્ટની જરૂર હતી. સોસાયટીના ચેરમેને આ વાત સોસાયટીના રહીશો સમક્ષ મૂકી હતી. જોકે, કેટલાક લોકોએ આ વાતનો વાંધો ઉઠાવતા આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, સોસાયટીના રિડેવલપમેન્ટ માટે ઓછામાં ઓછા 75 ટકા સભ્યોની મંજૂરી જરૂરી છે. તો 25 ટકા સભ્યો ના પાડશે તો પણ તેમની અસંમતી માન્ય ગણાશે નહીં.
HCએ લીધી નોંધઃ આ સમગ્ર મામલે ચૂકાદો આપતા ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું છે કે, ગુજરાત ઓનરશીપ ફ્લેટ એક્ટ 1973ની જોગવાઈઓ હેઠળ 75 ટકા સભ્યો તૈયાર હોય તો મેનેજિંગ કમિટી બાબતે નિર્ણય લઈ શકે છે. આ માટે મેનેજિંગ કમિટીએ જનરલ બોડી સમક્ષના પ્રોજેક્ટ અંગેનો એજન્ડા મુકવો જરૂરી છે અને તેના પછી સભ્યોની સ્વતંત્ર મરજી અનિવાર્ય છે. જો સભ્યો આ અંગે પોતાની મંજૂરી આપે તો તે 75 ટકાથી ઓછી હોવી જોઈએ નહીં.
HCનું સૂચનઃ ગુજરાત હાઇકોર્ટે સૂચન કરતા કહ્યું હતું કે, આ રિડેવલપમેન્ટનો મતલબ એવો નથી કે, કોઈને ઘરવિહોણા કરી નાખવા. રિડેવલપમેન્ટથી કોઈને અડગા નથી રાખવાના, પરંતુ તેમને થોડા સમય માટે અન્યત્ર વૈકલ્પિક સ્થળે ભાડેથી સ્થળાંતરિત કરવાના છે. જેમાં મકાનમાલિકોને રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ પહેલા અન્યત્ર વૈકલ્પિક સ્થળ ભાડેથી સ્થળાંતરિત કરવાના છે. જે ભાડું ડેવલપરે ચૂકવવાનું હોય છે. બાદમાં નવા મકાનમાં પુનઃસ્થાપિત કરવાના હોય છે. આ નિયમો બિલ્ડરો માને તો જ રીડવલોપમેન્ટ કરી શકે છે આવા કિસ્સાઓમાં મકાન માલિક ઈચ્છે તો ઘર લઈ શકે કે મકાન બિલ્ડરની વેચી પણ શકે છે.
નારાજ સભ્યોએ કરી હતી અપીલઃ મહત્વનું છે કે, ગુજરાત હાઇકોર્ટે જે ચુકાદો આપ્યો હતો, તે કેસમાં સોસાયટીના 78માંથી 74 સભ્યો મંજૂરી આપી હતી. તેને સિંગલ જજે ગ્રાહ્ય રાખી હતી. આ હુકમથી નારાજ સભ્ય દ્વારા હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટ અપીલને ફગાવી દીધી હતી અને સિંગલ જજના હુકમને બહાલ રાખ્યો હતો. આ સમગ્ર મામલે હાઇકોર્ટે એ પણ જણાવ્યું હતું કે, કાયદાકીય જોગવાઈ મુજબ જો કોઈ સોસાયટી બિલ્ડીંગ કે ઇમારત 25 વર્ષથી વધુ જૂનું હોય તો જ તેમ જ સક્ષમ સતામંડળનો અભિપ્રાયો હોય કે, આ બાંધકામ જોખમી છે અને જર્જરી હાલતમાં છે. તેવા સંજોગોમાં રિડેવલપમેન્ટની મંજૂરી સત્તાવાળાઓ દ્વારા આપી શકાય છે.
શહેરની ઘણી સોસાયટીઓને રિડેવલપમેન્ટની જરૂરઃ અત્રે એ નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ ચુકાદો આપવાની સાથે જ અમદાવાદમાં એવી ઘણી બધી સોસાયટીઓ છે. જેને રિડેવલપમેન્ટની જરૂર છે, પરંતુ સ્થાનિક રહીશોના અસંમતીના કારણે રિડેવલપમેન્ટ થઈ શકતું ન હતું. પરંતુ હાઇકોર્ટના આ ચુકાદા બાદ હવે ઘણી બધી સોસાયટીઓને આનો લાભ થઈ શકે છે.