અમદાવાદ રાજ્યમાં સ્પષ્ટ બહુમતીથી ભાજપે સરકાર બનાવી લીધી છે. ત્યારે હવે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Gujarat Chief Minister Bhupendra Patel) સહિતના પ્રધાન મંડળના સભ્યો આજે શપથગ્રહણ (oath ceremony in Gandhinagar) કર્યા હતા. ત્યારે આ પ્રધાનમંડળમાં (Gujarat Chief Minister Bhupendra Patel Cabinet) જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલનો (Jamnagar Rural Raghavji Patel) સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ આ બેઠક પરથી સતત બીજી વખત જીત્યા છે.
રાઘવજી પટેલનો થયો હતો ભવ્ય વિજય જામનગર ગ્રામ્ય બેઠ પરથી આ વખતે રાઘવજી પટેલનો (Jamnagar Rural Raghavji Patel) વિજય થયો છે. તેમને આ વખતે 79,439 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર જીવન કુંભારવડિયાને 18,737 અને આમ આદમી પાર્ટીને પ્રકાશ દોંગાને 31,939 મત મળ્યા હતા.
અગાઉની સરકારમાં હતા કેબિનેટ પ્રધાન જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ (Jamnagar Rural Raghavji Patel) વર્ષ 2019માં પેટાચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમનો સમાવેશ કેબિનેટ પ્રધાનમાં કરાયો હતો. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ કૃષિ પ્રધાન રહી ચૂક્યા છે. તેમને પશુપાલન ગોવર્ધન વિભાગોની ફાળવણી કરવામાં આવી હતી.
1975થી કરી કારકિર્દીની શરૂઆત મહત્વનું છે કે, રાઘવજી પટેલે (Jamnagar Rural Raghavji Patel)પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત તો કૉંગ્રેસથી કરી હતી, પરંતુ હવે તેઓ ભાજપ સરકારના પસંદગીના પ્રધાન બની ગયા છે. તેઓ અગાઉ શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારમાં કેબિનેટ પ્રધાન પણ રહી ચૂક્યા છે. વર્ષ 1975થી 1982 દરમિયાન ધ્રોલ તાલુકા યૂથ કૉંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. બાદમાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા બાદ વર્ષ 1985માં કાલાવડ બેઠક પર ભાજપના કેશુભાઈ પટેલ સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. વર્ષ 1990 અને 1995માં કાલાવડ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
ભાજપમાં સામેલ થયા પછી મળ્યું પ્રધાન પદ આપને જણાવી દઈએ કે, તેઓ અગાઉ શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની સરકારમાં કેબિનેટ પ્રધાનનું પદ સંભાળી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા ને વર્ષ 2007માં જોડિયા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2017માં જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર રાઘવજી પટેલની (Jamnagar Rural Raghavji Patel)હાર થઈ હતી. જોકે, પેટાચૂંટણીમાં ફરી તેને ટિકિટ મળતા તેઓ અહીં જીત્યા હતા. હવે તેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ પ્રધાન (Gujarat Chief Minister Bhupendra Patel Cabinet) તરીકે સ્થાન અપાયું છે.
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી ગુજરાતની 182 વિધાનસભા બેઠક પૈકીની એક જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ( Jamnagar Rural Assembly Seat ) 77મા ક્રમની બેઠક છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તાર જામનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર કુલ 1,22,045 પુરુષ મતદાર અને 1,11,543 મહિલા મતદારો મળી કુલ 2,31,588 મતદારોનો સમાવેશ થાય છે .આ બેઠક પર સૌથી વધુ મુસ્લિમ અને ત્યારબાદ લેવા અને કડવા પટેલ મતદારોની સંખ્યા છે. મુસ્લિમ સમાજના મતદારો 18.42 ટકા લેઉવા પટેલના મતદારો 13.98 ટકા કડવા પટેલના 9.19 ટકા ક્ષત્રિય સમાજના 9.14 ટકા અને એસસી એસટી મતદારો 9.1 ટકા છે. જામનગર બેઠક પર જ્ઞાતિ જાતિના સમીકરણોનો ખૂબ પ્રભાવ રહ્યો છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને એક લાખ 75 હજાર જેટલા મતોની જંગી લીડ મળી હતી. તો વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણી આવતા ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતાં.