રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 12 કલાકે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જ્યાં આશ્રમની મુલાકાત બાદ શાહીબાગ ખાતેના સરદાર પટેલ સ્મારક પહોંચ્યા હતા. સરદાર પટેલના સ્મારકમા સરદારની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. જ્યાર બાદ સ્મારકમાં સરદાર પટેલના સ્મૃતિ ચિહ્નો પણ નિહાળ્યા હતા. સમગ્ર સ્મારકની મુલાકાત બાદ રાજ્યપાલે પોતાનો અનુભવ પણ મુલાકાતી ડાયરીમાં વર્ણવ્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, સરદાર પટેલ લોહ પુરુષ હતા. જેમને અનેક રજવાડાંઓને ભેગા કરીને એક રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. રાજ્યપાલે સરદાર અને ગાંધીજીની સ્મૃતિની સોમવારે મુલાકાત લીધી છે. બંને જગ્યાએ તેમને અનુભવ પણ વર્ણવ્યો છે અને બંને મહાનપુરૂષોને વંદન કર્યા હતા.