અમદાવાદઃ હાલમાં વિશ્વ સમક્ષ કોરોનાવાયરસની મહામારી સમગ્ર માનવજાત માટે જોખમરૂપ સાબિત થઇ રહ્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોનાવાયરસ વધતો અટકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યુ છે. આવા વાતાવરણમાં પણ ગુજરાતના ભાવિક ભક્તો દ્વારા મંદિરે જઈ ન શકાય, તો ઘરમાં રહીને પણ વિકલ્પ શોધી હોમ, હવન, જપ, તપ કરવામાં આવી રહ્યું છે. કોરોનાવાયરસને વિશ્વમાંથી નાબૂદ થઈ જાય તે માટે ઘરમાં બેસીને આહુતિ આપવામાં આવી રહી છે.
અમદાવાદમા લોકો ઘરે રહી કરી રહ્યાં છે ગાયત્રી યજ્ઞ - અમદાવાદ ન્યૂજ
અમદાવાદમાં ઘરે ઘરે ગાયત્રી હવન કરવામાં આવી રહ્યો છે. કોરોનાની મહામારી સામે લડવા લોકો વીધિવત રીતે શ્રદ્ધાથી ગાયત્રી હવન કરી રહ્યાં છે.