અમદાવાદ: ફૂડ દ્વારા કોરોના વાઇરસનું ટ્રાન્સમિશન થતું હોવાના કોઇ નિર્ણાયક પુરાવા નથી, જો કે, ઘણાં કિસ્સા ઓથોરિટીના ધ્યાનમાં આવ્યાં છે, જ્યાં કોવિડ-19ના ફેલાવાની સંભાવનાને જોતા ફ્રોઝન ફૂડ, કોલ્ડ/ચિલ્ડ ફૂડ વગેરેનું પરિવહન, સંગ્રહ અથવા વેચાણ કરવા દેવાયું નથી.
FSSAI હંમેશાથી વૈજ્ઞાનિક અભિગમની તરફેણ કરતું આવ્યું છે, ફૂડ દ્વારા કોવિડ-19નો પ્રસાર થતો હોવાનો કોઇ પુરાવો નથી, તેમ તેણે સપ્ષ્ટ કર્યું છે. FSSAIની સ્પષ્ટતા બાદ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રોગપ્રતિકારકતા વધારવા માટે લોકડાઉન દરમિયાન શું ટાળવું જોઇએ તેમાં ફેરફાર કર્યાં છે.
આયુષ વેબસાઇટ (આયુર્વેદ, યોગ એન્ડ નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી)એ રોગપ્રતિકારકતા વધારવા માટે જે ચીજો ટાળવી જોઇએ. જેની યાદીમાંથી દહીં અને આઇસક્રીમ જેવી ચીજો દૂર કરી છે. FSSAI ફૂડ આર્ટિકલ્સ માટે વિજ્ઞાન આધારિત ધોરણો નક્કી કરવા અને તેના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને આયાત ઉપર નિયમન કરે છે, જેથી માનવ વપરાશ માટે સુરક્ષિત અને આરોગ્યપ્રદ ફૂડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય.