ETV Bharat / state

અમદાવાદમાં ફેસબુક પર મિત્રતા કરી છેતરપીંડી કરનારી ટોળકી ઝડપાઈ - અમદાવાદ પોલીસ

અમદાવાદમાં ફેસબુક પર મહિલા તરીકે મિત્રતા કરી વિદેશથી ગિફ્ટ મોકલી હોવાની લાલચ આપી લાખોની છેતરપીંડી કરનારી ગેંગના 3 શખ્સોને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, બેન્કની પાસબુક અને અન્ય ડોક્યુમેન્ટ કબ્જે કરવામાં આવ્યા છે.

Etv Bharat, GUjarati News, Ahmedabad News
અમદાવાદમાં ફેસબુક પર મિત્રતા કરી છેતરપીંડી કરનારી ટોળકી ઝડપાઈ
author img

By

Published : Dec 30, 2020, 8:04 AM IST

  • વિદેશી મહિલાના નામે છેતરપિંડી
  • ફેસબુક પર મિત્રતા કેળવી ગિફ્ટના નામે થતી છેતરપિંડી
  • સાયબર ક્રાઈમે 3 આરોપીને ઝડપી પાડ્યા

અમદાવાદ:ફેસબુક પર મહિલા તરીકે મિત્રતા કરી વિદેશથી ગિફ્ટ મોકલી હોવાની લાલચ આપી લાખોની છેતરપીંડી કરનારી ગેંગના 3 શખ્સોને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, બેન્કની પાસબુક અને અન્ય ડોક્યુમેન્ટ કબ્જે કરવામાં આવ્યા છે.

કેવી રીતે કરતા હતા છેતરપીંડી?

આ ઠગ ગેંગના સભ્યોએ ફેસબુક પર ફેક આઈડી બનાવી ફરિયાદી સાથે મિત્રતા કેળવી હતી. જે બાદમાં પોતે વિદેશી છે તેવી ઓળખ આપી હતી અને વિદેશથી તેમના માટે ગિફ્ટ મોકલી તેવું જણાવ્યું હતું. જે બાદ દિલ્હી એરપોર્ટ પરથી કસ્ટમના અધિકારીએ વિદેશી મિત્રએ મોકલેલી ગિફ્ટ પકડી છે. જે છોડાવવી હોય તો અલગ અલગ ચાર્જ પેટે 1 લાખ કરતા વધુ અને ત્યારબાદ અન્ય રકમ પડાવી હતી. પૈસા પડાવ્યા બાદ નકલી કસ્ટમ અધિકારી અને વિદેશી મિત્રએ પણ ફોન બંધ કરી દીધો હતો.

અમદાવાદમાં ફેસબુક પર મિત્રતા કરી છેતરપીંડી કરનારી ટોળકી ઝડપાઈ

દિલ્હીથી ગેંગના ૩ ગઠીયાઓને ઝડપી પાડ્યા

સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં સાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી અને દિલ્હી ખાતેથી આ રીતે છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ સાયબર ક્રાઈમે દિલ્હીથી ઉડેચુકવું ઇયુગેને, માંગખોલુંન ખોથાગ અને હેખોલમ પસોઈ નામના 3 ઈસમોની ધરપકડ કરી હતી. જે પૈકી એક આરોપી નાઈઝીરીયન હતો.

આરોપી પૂછપરછમાં થયા ખુલાસા

આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઉડેચુકવું નાઈઝીરીયન નાગરિકત્વ ધરાવે છે અને અન્ય 2 આરોપી પાસેથી તેમના બેન્ક એકાઉન્ટ મેળવતો હતો અને બાદમાં મુખ્ય આરોપી અને ફેસબુક પર મેસેજ કરનારા આરોપી કે.સી.ને મોકલતો હતો. કે.સી. આ એકાઉન્ટમાં પૈસા જમા કરાવતો હતો. હાલ સાયબર ક્રાઈમે 3 આરોપીની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ કરી છે, જયારે આરોપી પાસેથી મળેલા મોબાઈલ ફોન અને અન્ય બેન્કના ડોક્યુમેન્ટના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.