અમદાવાદઃ શાલમલીએ ઇશકજાદે ફિલ્મના ‘મે પરેશાન’ ગીત ગાઈને પહેલા જ બોલમાં છ સિક્સર ફટકારી હતી. પરિણીતી ચોપરા પર ફિલ્માવાયેલું ગીત પોતાની આટલી ખ્યાતનામ બનાવશે તે તેમણે પણ નહોતું વિચાર્યું છે. કોકટેલ ફિલ્મ માટે માટે ગાયેલું દારૂ દેશી તેમજ ‘રેસ 2’ નું ‘લત લગ ગઈ’ પણ અલગ પણ ચાર્ટ બસ્ટર પૂરવાર થયુ હતું.
શાલ્મલીનો અવાજ યુથફુલ અને કુદરતી રીતે જ અલગ છે તેમના માતા ઉમા ખોડગલે પણ ક્લાસિકલ સિંગર છે અને આઠ વર્ષની ઉંમરથી મમ્મી પાસે ગાવાની તાલીમ લઈ ગાવા લાગી હતી. આજે શાલ્મલિ અમદાવાદ તેનું નવું સોન્ગ kalle kalleના પ્રમોશન માટે આવી હતી.