આંખા વિશ્વમાં ઈદનો ચાંદ જોવા માટે 3 પદ્ધિતિ અપનાવવામાં આવે છે.
ચાંદને જોઈને ઈદની ઉજવણી
રમઝાન મહિનાના 29માં રોજને સામાન્ય રીતે ચાંદ રાત એટલે ઈદનો ચાંદ જોવા માટેની રાત માનવામાં આવે છે. સાંજે આશરે 7.30 વાગ્યે મગરીબની નમાઝ બાદ પશ્ચિમ દિશા તરફ ઈદના ચાંદને કમિટિ અને વિવિધ લોકો દ્વારા શોધવામાં આવે છે. જો ચાંદ દેખાઈ તો ટીવી , રેડિયો સહિતના માધ્યમથી આગલા દિવસે ઈદ છે. તેની જાહેરાત કરવામાં આવે છે. પરતું જો 29મી રાત્રે ચાંદ ન દેખાય તો 30મો રોજો રાખવો પડે છે. આગલા દિવસે ચાંદ દેખાય છે. સામાન્ય રીતે ભૌગોલિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સઉદી અરબ અને ખાડી સહિતના દેશોમાં પહેલા ઈદ ઉજવાય છે. ત્યારબાદ જ અન્ય રાષ્ટ્રોમાં ઈદની ઉજવણી કરાય છે.
સઉદીની સાથે જ ઈદની ઉજવણી
ઘણા રાષ્ટ્રો ઈસ્લામિક મહિમા અને મહત્વ ધરાવતા સઉદી અરબ સાથે ઈદની ઉજવણી કરે છે. રાષ્ટ્રો ચાંદ જોવાનો આગ્રહ રાખતા નથી. પરતું જો સઉદી અરબમાં ચાંદ જોઈને ઈદની જાહેરાત કરવામાં આવે છે. તો કેટલાક દેશમાં એ જ દિવસે ઈદની ઉજવણી જાહેર કરવામાં આવે છે.
અગાઉ નક્કી કરેલી તારીખ પર ઈદની ઉજવણી
કેટલાક દેશમાં ઈદની તારીખ પહેલાં જ નક્કી કરવામાં આવે છે. અને એ જ તારીખે ઈદની ઉજવણી કરવામાં આવે છે.
રમઝાન મહિનો પુરા થયા બાદ શવલ મહિનાના પહેલા ચાંદે ઈદની ઉજવણી કરવામાં આવે છે. ઈદના દિવસે રોજો રાખી શકાય નહિ. ઈદ એટલે ખુશીનો દિવસ મોટાભાગના ઈસ્લામિક રાષ્ટ્રોમાં ઈદની ઉજવણી 3 દિવસ સુધી કરવામાં આવે છે. પરંતુ દેશ પ્રમાણે ઉજવણી માટે રજાના દિવસોની જાહેરાત કરવામાં આવે છે.
કઈ રીતે કરવામા્ં આવે છે ઈદની ઉજવણી
ઈદના દિવસે સવારે 8 થી 10 વચ્ચે ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવે છે. ત્યારબાદ લોકો પોતાના પરીવારજનો અને સંબંધીઓના ઘરે તેમને મળવા જાય છે. ઈદ મુબારક એટલે કે શુભેચ્છાઓ પાઠવામાં આવે છે.ઈસ્લામના પાંચ સિદ્ધાંત પૈકીના એક ઝકાત એટલે કે ગરીબ લોકોને આર્થિક સહાય પણ કરવામાં આવે છે. ઈદના દિવસે શહેરને વિવિધ લાઈટ થી શણગારવામાં આવે છે. લોકો બાળકો સહિત તમામ નવા કપડા પહેરી ખુશી મનાવે છે. કેટલાક લોકો મૃતકને શ્રધ્ધાજલિં અર્પણ કરવા કબ્રસ્તાન પણ જાય છે.
ઈદની શુભેચ્છાઓ કઈ રીતે આપવામાં આવે છે.
મોટાભાગના લોકો એકબીજાને ઈદ મુબારક કહિને ઈદની શુભેચ્છાઓ પાઠવે છે. પરંતુ વિવિધ દેશની સંસ્કૃતિ અને ભાષાના આધારે શબ્દો બદલાય છે. જેમ સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા ઈન્ડોનેશિયામાં ઈદને લેબારાન નામથી ઓળખાય છે. અને સેલામત લેબારાન કહીને ઈદની શુભેચ્છાઓ પાઠવે છે. તુર્કીમાં ઈદને મુતુ બાઈરામલાર અને નાઈજીરીયામાં બરકા ધ સલાહ કહીને ઈદની ઉજવણી કરવામાં આવે છે.
સંસ્કૃતિક રીતે કઈ ઉજવાય છે ઈદ
દરેક દેશના લોકો પોતાના સંસ્કૃતિક પોશાક પહેરે છે. જેમ ભારત, પાકિસ્તાન, બંગલાદેશ સહિતના એશિયાના દેશમાં ઝભ્ભો અને લહેઘો પહેરવાનો ક્રેઝ જોવા મળે છે. ઈદની નમાઝ અદા કરતા પહેલાં રિવાજ મુજબ ખજૂર પણ ખાવવામાં આવે છે. એટલું જ નહિ વડીલ નાની ઉંમરના લોકોને ભેટ એટલે કે ઈદી પણ આપે છે. ઈદી પૈસા, ભેટ , ખાવવા - પીવાની વાનગ કે કઈપણ હોઈ શકે છે.