અમદાવાદ: ડો.અતુલ ચગના આપઘાત કેસમાં હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અરજી પર મુદ્દત પાડી છે. હાઇકોર્ટ 1મેના આગળનો ચુકાદો આપશે. ડો.ચગના આપઘાત બાદ પોલીસે ફરિયાદ ન નોંધતા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં જવાબદાર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ ન નોંધવા બદલ કાર્યવાહીની આવી હતી.
અગાઉ હાઇકોર્ટે ચૂકાદો રાખ્યો હતો અનામત: અગાવ આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે અત્યારે ચૂકાદો અનામત રાખ્યો હતો. તેમજ આ અરજી હાઇકોર્ટમાં ટકવા પાત્ર છે કે નહીં એ નિર્ણય બાદ પોલીસ ફરિયાદ નોંધવા અંગે સરકાર નિર્ણય લેશે. ડો. ચગના સમગ્ર કેસની વાત કરવી તો વર્ષ 2023ના 12મી ફેબ્રુઆરીના રોજ વેરાવળના પ્રખ્યાત અને નામના ધરાવતા એવા ડોક્ટર અતુલ ચગે હોસ્પિટલમાં આત્મહત્યા કરી લીધી હતી. તેમના મૃત્યુની તપાસ કરતા ડોક્ટર પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી.
શું છે સમગ્ર મામલો?: આ સમગ્ર કેસની વિગત જોઈએ તો વેરાવળના ખ્યાતનામ તબીબ ડોક્ટર અતુલ ચગ દ્વારા થોડા સમય પહેલા આત્મહત્યા કરવામાં આવી હતી. ડોક્ટર દ્વારા આત્મહત્યા કરતા પૂર્વે મરણ નોંધ લખવામાં આવી હતી. જેમાં રાજકીય લોકોના મોટા નામ સામે આવ્યા હતા. અતુલ ચગે પોતાની નોટમાં ભાજપ સાંસદ રાજેશ ચૂડાસમાનું નામ લખ્યું હતું. આ સમગ્ર મામલે વેરાવળ પોલીસ કોઈ રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી ન કરતા હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પોલીસ દ્વારા હજુ સુધી એફઆઇઆર પણ નોંધવામાં આવી નથી એવું પણ પરિવાર દ્વારા કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Dr Atul Chag Suicide Case : ડોક્ટર ચગના આત્મહત્યા કેસને લઈને હાઇકોર્ટે ચૂકાદો રાખ્યો અનામત