ફરિયાદી અને ભાજપના પૂર્વ કોર્પોરેટર ક્રિષ્ણવદન બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો કે, અમિત શાહ વિરૂદ્ધના કેસમાં ગુનો સાબિત થયો ન હતો. ત્યારે લોકસભાની ચુંટણી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના જબલપુરમાં કરેલી રેલીમાં અમિત શાહ વિરૂધ પ્રહારો કરતા કહ્યું કે, હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વાહ ક્યાં શાન હે જેવો વિવાદાસ્પદ નિવેદન આપ્યો હતો. જ્યાર બાદ આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ અંગેના લેખ પણ સમાચાર પત્રોમાં પ્રકાશિત કરવામાં આવ્યા હોવાનું અરજદારે આક્ષેપ કર્યો હતો.
રાહુલ ગાંધીના વિવાદાસ્પદ બોલ ખોટા અને તથ્યહિન છે. આ પ્રકારના નિવેદનથી અમિત શાહ અને ભાજપનું અપમાન થયું હોવાથી તેમની વિરૂદ્ધ બદનક્ક્ષીનો કેસ દાખલ કરવામાં આવે.