- શહેરમાં ફરી શરૂ કરાશે સુપર સ્પ્રેડર્સના કોરોના ટેસ્ટ
- 15થી વધુ સ્થળો પર કરાશે સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ
- દૈનિક જરૂરિયાતની કામગીરી કરતા લોકોના ટેસ્ટ ફરજિયાત
અમદાવાદ : મ્યુનિસિપલ કોપોરેશનના વિસ્તારમાં નિશ્ચિત કરેલા કોમ્યુનીટી હોલ, મસ્ટર સ્ટેશન વગેરે મળી કુલ 15થી વધુ જગ્યાઓએ સુપર સ્ટેડરના રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે શાકભાજીના વેપારી, દવાઓ, કરિયાણાના વેપારી, વાળંદ, રીક્ષા ડ્રાઇવર, કડિયા કામ કરતા કારીગર વગેરે સુપર સ્પ્રેડર્સ લોકોએ એંન્ટિજન ટેસ્ટિંગ કરાવી તેનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત બનશે.
આ પણ વાંચો:લુણાવાડામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા સુપર સ્પ્રેડર માટે કોરોના ટેસ્ટની સ્પેશ્યિલ ડ્રાઇવ યોજાઈ
હોમ ડિલિવરી કરતા લોકોએ પણ કરાવો પડશે એન્ટિજન ટેસ્ટ
ફૂડ આઇટમની તથા અન્ય હોમ ડિલિવરી કરતાં ડિલિવરી બોય, સુપર માર્કેટમાં કામ કરતા કર્મચારી વગેરે વ્યકતિઓના RT - PCR ટેસ્ટ ફરજિયાત પણે કરાવવાના રહેશે.
આ RT - PCR ટેસ્ટ શહેરની કોઈ પણ ખાનગી લેબોરેટરીમાં કરાવી શકાય છે. તેની યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઇટ પર ઉપલબ્ધ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિસ્તારમાં કોવિડ-19 કેસો નોંધાય છે તેવા વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવે છે.
આ પણ વાંચો:સુરતમાં સુપર સ્પ્રેડરને શોધવા માટે રેપિડ ટેસ્ટની શરૂઆત