અમદાવાદઃ કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે અમદાવાદ શહેરમાં કુલ ૧,૯૮૯ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ૧,૭૧૨ એક્ટિવ કેસ છે. અમદાવાદમાં કોરોના ડબલિંગ રેટ આઠ દિવસ સુધી પહોંચ્યો છે. શહેરના મધ્યઝોનમાં 800 કેસ એક્ટિવ છે. જ્યારે પૂર્વ ઝોનમાં 87 કેસ એક્ટિવ છે. ઉત્તર ઝોનની વાત કરીએ તો 130 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે.
આ સિવાય નેહરાએ કહ્યું કે, શહેરમાં અત્યાર સુધી 21 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. કુલ 193 લોકો સાજા થતાં તેમણે હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ઇસ્કોન ખાતે હોટલ ફર્નમાં નજીવા ખર્ચે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. એક દિવસનો ખર્ચ લગભગ 3,500 રૂપિયા છે. MLA વલ્લભ કાકડિયાએ હોસ્પિટલ AMCને સોંપી છે. અમદાવાદમાં રિકવરી રેટ 10 ટકાથી વધુ છે. છેલ્લા 8 દિવસથી શહેરમાં વધતા કેસમાં ઘટાડો નોંધાયો છે.
અમદાવાદની SVPમાં 605, સમરસમાં 557, સિવિલમાં 491, HCGમાં 13, સ્ટર્લિંગમાં 13 દર્દીઓ સારવાર હેઠળ છે. વિજય નહેરાએ વધુમાં જણાવ્યું કે, પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં આવી રહી છે. અમદાવાદમાં કેસનો જે ડબ્લિંગ રેટ છે, તે 12 દિવસ કરવામાં આવે તેવી પ્રયાસો કરવામાં આવશે.