આ ઉપરાંત વી. એસ. બચાવો સમિતિના નેજા હેઠળ ન્યાયિક લડાઈ પણ શરૂ કરી હતી. જો કે, કોર્પોરેશને બાંહેધરી આપી હતી કે, જેટલા બેડ ઘટાડવામાં આવ્યા છે તેનાથી વધુ બેડ હવે ઓછા કરવામાં આવશે નહીં. હોસ્પિટલમાં જે સેવાઓ ચાલુ છે તે સેવા કોઈ પ્રકારે બંધ કરવામાં આવશે નહીં.
આ મામલો ભારે વિવાદ બાદ થોડો શાંત થયો હતો, ત્યારે આજે ફરી એકવાર વી.એસ. હોસ્પિટલના મામલે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશીકાંત પટેલ, કોર્પોરેશનમાં વિપક્ષી નેતા દિનેશ શર્મા, ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, ઇમરાન ખેડવાલા સહિત કાર્યરતાઓ હાજર રહ્યાં હતા. જોકે કોંગ્રેસના કોર્પોરેટર ગેરહાજર રહ્યાં હતા. કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે, વી. એસ. હોસ્પિટલને તબક્કાવાર બંધ કરવામાં આવી રહી છે. એક બાદ એક સુપરસ્પેશિયાલિટી સર્વિસ જૂની વી. એસ.માં બંધ કરવામાં આવી રહી છે. જેમાં મેડિસિન, સર્જરી, આઇસીયુ સહિતની સેવાઓ તબક્કાવાર બંધ કરવામાં આવી રહી છે.