અમદાવાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પ્રચારના (Gujarat Election 2022) છેલ્લા દિવસે આજે (શનિવારે) રોડ શૉ (CM Bhupendra Patel Road Show in Ahmedabad) કર્યો હતો. આ રોડ શૉનું પ્રસ્થાન ચેનપુર ગામમાં આવેલા બૂટ ભવાની માતાના મંદિરેથી (BJP Election Campaign in Ahmedabad) કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં માત્ર 63 ટકા મતદાન થતાં ભાજપની ચિંતા વધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, વડાપ્રધાન સતત રેકોર્ડબ્રેક મતદાનની વાત કરતા રહ્યા પરંતુ મતદારોએ નિરસ મતદાન કરી ચિંતા વધારી દીધી છે તે ચોક્કસ છે.
આ રૂટ પર ફર્યો રોડ શૉ મુખ્યપ્રધાનનો આ રોડ શૉ (CM Bhupendra Patel Road Show in Ahmedabad) સહજ સેન્ચુરી, અરિહંત પ્લાઝા, શ્યામ સૃષ્ટિ, ગણેશદ્વાર બંગલો, ઑઝોન, સરદાર આવાસ, ધરતી સાકેત, અંબાલાલ ફાર્મ, ઉમાશરણમ્, સાયોના તિલક 3-4, વંદે માતરમ્ ક્રોસવિન્ડ ચાર રસ્તા, વંદે માતરમ્ આર્કેટ ચાર રસ્તા, આનંદ સેફાયર, શ્લોક પરિસર, સિલ્વર હાર્મોની, સેવન્થ એવન્યૂ, સાયોના ગ્રીન, વિષ્ણુધારા ગાર્ડન, દેવનગર, ગોતા હાઉસિંગ, વસંતનગર ટાઉનશીપ, વીરસાવરકર હાઈટ્સ 3-4ના રૂટ પર ફર્યો હતો. જ્યારે આ રોડ શૉનું સમાપન ઓગણજ ગામમાં થયું હતું.
મતદારોને કરી અપીલ આ રોડ શૉ (CM Bhupendra Patel Road Show in Ahmedabad) દરમિયાન મુખ્યપ્રધાને શક્તિપ્રદર્શન કર્યું હતું. સાથે જ તેમણે મતદારોને ભાજપને મત આપવા અપીલ કરી હતી. ઉપરાંત મુખ્યપ્રધાને નાના બાળકોનું પણ અભિવાદન ઝિલ્યું હતું.
PM પછી CMનો રોડ શૉ મહત્વનું છે કે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપને જીતાડવા માટે પ્રચાર અંતર્ગત 2 દિવસ દરમિયાન અમદાવાદમાં રોડ શૉ કર્યો હતો. તો હવે વડાપ્રધાન પછી મુખ્યપ્રધાને પણ રોડ શૉ (CM Bhupendra Patel Road Show in Ahmedabad) કરતા ચૂંટણી પ્રચાર અંતિમ (BJP Election Campaign in Ahmedabad) તબક્કામાં પહોંચ્યો હતો.