વિરમગામઃ જૈન સમાજના રાષ્ટ્રીય સંત આચાર્ય નમ્રમુનિ મહારાજ સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની 50 પાંજરાપોળ સંસ્થાના પશુઓ માટે વેટરનીટી અને દવાઓ માટે પ્રત્યેક પાંજરાપોળને એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ચેક ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
ચેક અર્પણ કરતી વખતે સમસ્ત મહાજનના ટ્રસ્ટીઓ અને જીવજંતુ કલ્યાણ બોર્ડ દિલ્હીના સભ્ય ગીરીશભાઈ શાહ, દેવેન્દ્ર શાહ, વીરચંદ ગાંધી અને પંકજ ગાંધી હાજર રહ્યા હતા.