અગાઉ અમદાવાદ શેસન્સ કોર્ટે 17મી ઓક્ટોબર 2019ના રોજ ત્રણ આરોપી પૈકી પોલીસ કોન્સટેબલ સાદિક કોઠારિયાના જામીન નામંજૂર કર્યા છે. આરોપીઓએ પિતાની તબિયત સારી ન હોવાના કારણસર 20 દિવસના વચ્ચગાળા જામીન માંગ્યા હતા, જે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા.
આ સમગ્ર કેસની મળતી વિગત મુજબ 15મી ઓક્ટોબર 2018ના રોજ બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા એક શોરૂમમાં અઢી કરોડ રૂપિયાના સોનાની ચોરીના આક્ષેપ સાથે પોલીસે આરોપી મૃતક સુરુભા ઝાલાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું.
આ અંગેની ઝાલાના ભાઈ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં તેના મૃત શરીર પર માર માર્યા હોવાના વિવિધ નિશાન મળી આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. આ કેસમાં સ્થાનિક પોલીસ સ્ટેશનનના પીએસઆઈ ગોહિલ, પોલીસ કોન્સટેબલ સાદિક કોઠારિયા સહિત ત્રણ લોકો સામેલ હતા.