અમદાવાદઃ દેશમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. એવામાં બેફામ રીતે કચ્છના તુણા બંદરેથી ઘેટા-બકરાની નિકાસ થઈ રહી છે. જેની ખબર જૈન સમાજને થતા જ ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતાં. જૈન સમાજ દ્વારા લાખો રૂપિયા એક તરફ રાજ્ય સરકારના રાહત ફંડમાં લખાવી રહ્યા છે, ત્યારે પશુઓના નિકાસ પર રોક લગાવવામાં આવે તેવી માંગ ઉઠતા જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરસન્સના આધારે જૈનાચાર્ય સાથે વાત કરી નિકાસ પર રોક લગાવી છે.
જૈન સમાજ પહેલાથી જ અહિંસા પરમો ધર્મમાં વિશ્વાસ કરી રહ્યો છે. જીવદયા પ્રત્યેની લાગણી દરેક હિન્દૂ વ્યક્તિની અંદર જોવા મળતી હોય છે. કચ્છ તુણા બંદરેથી લાખો પશુઓને પ્રથમ જહાજમાં ભરી અન્ય અરબ દેશોમાં મોકલવામાં આવી રહ્યું હોવાની ખબર મળતા જૈનોમાં સૌથી વધુ આક્રોશ જોવા મળ્યો અને તેનો તુરંત વિરોધ નોંધાવ્યો હતો. જેના રાજ્ય સરકાર કક્ષાએ પણ પડઘા પડ્યા હતા. આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પદ્મભૂષણ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. સાથે વાતચીત કરી તુરંત આના પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો.જોકે રાજ્ય સરકારની બેવડી નીતિને લઈ હજી પણ જૈનસમાજ અને હિન્દુઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે વારંવાર વિરોધ અને આવેદનપત્ર આપ્યા બાદ થોડા સમય માટે રોક લગાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ફરી શા માટે શરૂ કરવામાં આવે છે. જેને લઈ સરકાર શા માટે કડક નિણર્ય નથી કરી રહી. તેવા અનેક સવાલો પણ સરકાર પર ઉઠ્યા છે.એનિમલ એક્સપોર્ટ પર રોક, CMએ જૈનાચાર્ય સાથે વીડિયોથી કરી વાતચીત - એનિમલ એક્સપોર્ટ પર રોક
કોરોના મહામારી વચ્ચે કચ્છના તુણા બંદેરેથી ઘેટા-બકરાની નિકાસ થઈ રહી હતી. આ અંગે જૈન સમાજને જાણ થતાં જ તેમણે વિરોધ નોધાવ્યો છે. આ સાથે વિજય રૂપાણીને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી. આ સાથે જ વિજય રૂપાણીએ જેનાચાર્ય સાથે વીડિયો કોન્ફરન્સથી આ મુદ્દે વાતચીત કરી હતી.
cm vijay Rupani
અમદાવાદઃ દેશમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. એવામાં બેફામ રીતે કચ્છના તુણા બંદરેથી ઘેટા-બકરાની નિકાસ થઈ રહી છે. જેની ખબર જૈન સમાજને થતા જ ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતાં. જૈન સમાજ દ્વારા લાખો રૂપિયા એક તરફ રાજ્ય સરકારના રાહત ફંડમાં લખાવી રહ્યા છે, ત્યારે પશુઓના નિકાસ પર રોક લગાવવામાં આવે તેવી માંગ ઉઠતા જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરસન્સના આધારે જૈનાચાર્ય સાથે વાત કરી નિકાસ પર રોક લગાવી છે.
જૈન સમાજ પહેલાથી જ અહિંસા પરમો ધર્મમાં વિશ્વાસ કરી રહ્યો છે. જીવદયા પ્રત્યેની લાગણી દરેક હિન્દૂ વ્યક્તિની અંદર જોવા મળતી હોય છે. કચ્છ તુણા બંદરેથી લાખો પશુઓને પ્રથમ જહાજમાં ભરી અન્ય અરબ દેશોમાં મોકલવામાં આવી રહ્યું હોવાની ખબર મળતા જૈનોમાં સૌથી વધુ આક્રોશ જોવા મળ્યો અને તેનો તુરંત વિરોધ નોંધાવ્યો હતો. જેના રાજ્ય સરકાર કક્ષાએ પણ પડઘા પડ્યા હતા. આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પદ્મભૂષણ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. સાથે વાતચીત કરી તુરંત આના પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો.જોકે રાજ્ય સરકારની બેવડી નીતિને લઈ હજી પણ જૈનસમાજ અને હિન્દુઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે વારંવાર વિરોધ અને આવેદનપત્ર આપ્યા બાદ થોડા સમય માટે રોક લગાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ફરી શા માટે શરૂ કરવામાં આવે છે. જેને લઈ સરકાર શા માટે કડક નિણર્ય નથી કરી રહી. તેવા અનેક સવાલો પણ સરકાર પર ઉઠ્યા છે.
Last Updated : May 1, 2020, 3:35 PM IST