અમદાવાદ : છેલ્લા દસ વર્ષમાં ગુજરાતી ફિલ્મનો એક નવો દાયકો શરૂ થયો છે. દર્શકોને થિયેટર સુધી ખેંચી લઈ જવા માટે પણ મજબૂર કરનાર ફિલ્મો આવી રહી છે. હેલ્લારો, ધ લાસ્ટ શો જેવી ફિલ્મોએ નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. ત્યારે ગુજરાતની વધુ એક ફિલ્મ ગાંધી એન્ડ કંપનીને ચિલ્ડ્રન ફેસ્ટિવલની અંદર નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ એવોર્ડ પ્રાપ્ત કરતા જ ગુજરાતી સિનેમા ઇતિહાસમાં આ ત્રીજી એવી ફિલ્મ છે કે, જેને ગોલ્ડ લોટસનું સન્માન પ્રાપ્ત થયું છે.
આ ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે. જે અંદાજે બે થી અઢી કલાકમાં ચાલી શકે તેવી ફિલ્મ છે. આ ફિલ્મમાં ગાંધીવાદી મૂલ્યોને સાથે જ પૃષ્ઠભૂમિને મનોરંજન રીતે પ્રમાણિકતા અને સંવાદિતા પીરસે તેવી વાર્તા કહેવામાં આવી છે. આ એક સંપૂર્ણ ફેમિલી ડ્રામા અને મનોરંજન પાર્ટી ફિલ્મ છે.-- મનીષ સૈની (ડાયરેક્ટર)
ડાયરેક્ટર મનીષ સૈની : ઉલ્લેખનીય છે કે, મનીષ સૈની અગાઉ પણ ગુજરાતી ફિલ્મ 'ઢ' રિલીઝ કરી ચૂક્યા છે. તેને પણ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ત્યારે આ તેમની બીજી ફિલ્મને પણ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થઈ રહ્યો છે. ડાયરેક્ટર ખુદ માને છે કે, અમે સમાજને અર્થપૂર્ણ ફિલ્મ આપવા માટે પ્રતિબંધ છીએ. અમારા માટે આ આનંદની વાત એ છે કે, અમારા પ્રયાસોને માન્યતા મળી રહી છે. આશા છે કે, આ ફિલ્મ પણ વધુમાં વધુ લોકો જોશે અને તેની પ્રશંસા કરશે.
ગાંધી એન્ડ કંપની : ગાંધી એન્ડ કંપની ફિલ્મમાં બે નાના બાળકો તેમજ ગાંધીજીના વિચારો દર્શાવતી આ ફિલ્મ છે. જે તે નાના બાળકોને કોઈ સુપર હીરો હોય છે કે જે તને તમામ રીતે મદદરૂપ થતા હોય છે. તે જ રીતે આ ફિલ્મમાં બે નાના બાળકોના સુપર હીરો તરીકે મહાત્મા ગાંધીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જે રીતે મહાત્મા ગાંધીએ અહિંસાની લડત લડીને અંગ્રેજોને દેશમાંથી ભગાડ્યા હતા. તેવી જ રીતે નાના બાળકોને પણ મદદરૂપ થઈ રહ્યા છે.