અમદાવાદઃ કોરોના મહામારીને પગલે જમાલપુર માર્કેટ અને જેતલપુર APMC ખસેડવાનો નિર્ણય કરાયો હતો. 28 જૂનથી જમાલપુર માર્કેટ રાબેતા મુજબ શરૂ થવાનું હતું. પરંતુ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ 15 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
આ નિર્ણયના કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી આગામી દિવસોમાં જમાલપુર વેપારીઓનું એક સંગઠન અમદાવાદ શહેર પોલીસ કમિશનર તેમજ APMC કમિશનરને માર્કેટ ફરી શરૂ કરવા અંગે રજૂઆત કરશે.
જમાલપુર માર્કેટને બંધ રાખવાનો નિર્ણય વેપારીઓનો નહીં પરંતુ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરનો હતો. તેઓ ભરત સિંહ રાવત એ જણાવ્યું હતું અને કોઈપણ પ્રકારની હડતાળ જમાલપુર માર્કેટના વેપારીઓ દ્વારા કરવામાં આવી નથી તેવો ખુલાસો પણ આપ્યો હતો.
જમાલપુર માર્કેટના કમિશન એજન્ટના કારોબારી સભ્ય ભરત રાવતે જણાવ્યું હતું કે, જેતલપુર માર્કેટ દૂર હોવાના કારણે વેપારીઓને તેમજ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ જેતલપુર માર્કેટ શહેરથી 20 કિલોમીટર દૂર હોવાને કારણે શાકભાજીની કિંમતોમાં પણ વધી જાય છે. એટલે તાત્કાલિક ધોરણે જમાલપુર માર્કેટ શરૂ કરવું જોઈએ. જેથી કરીને શાકભાજીના આસમાને પહોંચેલા ભાવમાં ઘટાડો થઈ શકે.