ETV Bharat / state

Ahmedabad Crime : લોન લેતા પહેલા સાવધાન, અમદાવાદમાં યુવકે લીધેલી લોન ભરપાઈ કરી દીધી છતાં ભારે પડ્યું - young man took online loan in Ambawadi

અમદાવાદના આંબાવાડીમાં રહેતા યુવકે ઓનલાઇન એપ્લિકેશન થકી લોન લેવી ભારે પડી ગઈ છે. યુવકે લીધેલી લોન ભરપાઈ કરી દીધી છતાં મોબાઈલ પર વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી. યુવક પૈસાની ભરપાઈ ન કરે તો એડિટ કરેલા ફોટા અને તેના વિશે બીભત્સ લખાણને ધમકી મળી રહી હતી.

Ahmedabad Crime : લોન લેતા પહેલા સાવધાન, અમદાવાદમાં યુવકે લીધેલી લોન ભરપાઈ કરી દીધી છતાં ભારે પડ્યું

author img

By

Published : Jun 6, 2023, 10:09 PM IST

અમદાવાદ : જો તમે ઓનલાઈન એપ્લિકેશન થકી ઓછા સમયગાળા માટે લોન લઈ રહ્યા હોવ અથવા તો લૉન લેવાનું વિચારી રહ્યા હોવ તો ચેતી જજો. કારણ કે આ બાબત તમને કંગાળ બનાવી દેશે. અમદાવાદ શહેરમાં એક યુવાન સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે, યુવકે સાત દિવસ માટે 3 હજાર રૂપિયાની લોન મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના આધારે લોન મેળવી હતી, ત્યારે તે લોનના ચક્કરમાં ધીમે ધીમે તેને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પૈસા ભરવા માટે દબાણ કરી તેમજ તેના બિભત્સ ફોટો અને તેના વિશેનું લખાણ વ્હોટ્સએપ પર તમામ મિત્રોને મોકલવાની ધમકીઓ આપવામાં આવી હોવાની હકીકત સામે આવતા મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઇમ એ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

શું હતો સમગ્ર મામલો : સાયબર ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવકે આ અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં તે પ્રાઇવેટ નોકરી કરતો હોય તેને નાણાંની જરૂર પડતા ઓનલાઈન સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ એપ્લિકેશનનો જેમાં Cashgain, Auto Money, Cool Rupee, Cash Pity, Top Loan, Kissht અંગે જાણ થઈ હતી. જેથી 16 જાન્યુઆરી 2023ના રોજ Top Loan નામની એપ્લિકેશનમાંથી તેણે ઓનલાઈન પોતાની વિગતો અને બેન્ક એકાઉન્ટ સહિતની બાબતો આપતા 1000થી 7000 સુધી લોન મેળવવાનો ઓપ્શન મળ્યો હતો, જેથી યુવકે 3,000 રૂપિયાની લોન 7 દિવસનું ઓપ્શન પસંદ કરતા તેના એકાઉન્ટમાં 1,800 આવ્યા હતા. જેના 2,500 તેણે 20 જાન્યુઆરી 2023ના રોજ ચૂકવી દીધા હતા. જે બાદ તેને વધુ પૈસાની જરૂર પડતા તેણે અલગ અલગ એપ્લિકેશનમાંથી સમયાંતરે લોન લીધી હતી.

યુવકે રુપિયા ભરપાઈ કરી દીધા છતાં : પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર યુવકે લીધેલી તમામ લોન તેણે ભરપાઈ કરી દીધી હોવા છતાં પણ અલગ અલગ મોબાઈલ નંબરો પરથી તેને ફોન, વોટ્સએપ કોલ તેમજ મેસેજ કરીને અંગ્રેજી અને હિન્દી ભાષામાં તેની સાથે વાતચીત કરી વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી. પૈસાની ભરપાઈ ન કરે તો યુવકના એડિટ કરેલા ફોટા અને તેના વિશે બીભત્સ લખાણ તેના મોબાઈલ નંબર પર મોકલી આપવાની ધમકી આપવામાં આવી હતી.

બીભત્સ લખાણ : જે બાદ પૈસા ન ચૂકવે તો વ્હોટ્સએપના તમામ કોન્ટેક્ટ નંબર પર યુવકનો ફોટો એડિટ કરી બીભત્સ લખાણ લખી મોકલી આપવાની સતત ધમકીઓ આપવામાં આવતી હતી. જે બાદ 4 મે 2023 ના રોજ અલગ અલગ મોબાઈલ નંબરથી યુવકને તેનું કોન્ટેક્ટ લિસ્ટ, તેનો એડિટ કરેલો ફોટો અને લખાણ મોકલવામાં આવ્યું હતું. જે બીભત્સ ફોટા તેના કોન્ટેક્ટ લિસ્ટના નંબરો પર તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી. જેથી આ સમગ્ર મામલે અંતે યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

  1. Surat Crime : સુરત ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષથી ફરાર ઠગ પકડ્યો, 1 કરોડની છેતરપિંડીનો આરોપી ભુજના ભોજનાલયમાં કરતો હતો આ કામ
  2. Ahmedabad Crime : NRI બનીને આવેલા દંપતી વેપારીને વશીકરણ કરીને ચોરી કરી ફરાર, જૂઓ વીડિયો
  3. Rajkot Crime : દિલ્હી અંડર કવર સાયબર ક્રાઇમનો ઓફિસરના નામે છેતરપિંડી કરતો યુવક પકડાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.