અમદાવાદ : એક બાજુ સ્માર્ટ સિટી તરીકે અમદાવાદ શહેરને ઓળખવામાં આવે છે, પરંતુ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે, જ્યાં શહેરના લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. જેમાં ચોમાસાની સીઝન તેમજ ઉનાળાની સિઝનની અંદર પાણીના ટેન્કરથી પાણી પીવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. અમદાવાદ શહેરના હાલ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પ્રદૂષિત પાણી જોવા મળી રહ્યું છે. જેમાં સૌથી વધુ લાભા વોર્ડ તેમજ વટવા વોર્ડમાં સૌથી વધુ પ્રદૂષિત પાણી હોય તેવું સામે આવ્યું છે.
અમદાવાદ શહેરમાં વધુ પડતો રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત ફોગીની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અને જગ્યા ઉપરથી પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાંથી 22 હજાર જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 507 જેટલા પાણીના સેમ્પલ આવ્યા છે. - ભાવિન સોલંકી (આરોગ્ય અધિકારી, AMC)
સૌથી વધુ અનફિટ સેમ્પલ દક્ષિણ ઝોનમાં : અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 227 જેટલાં પાણીનાં સેમ્પલ અનફીટ આવ્યા છે. જેમાં ઇન્દ્રપુરી બોર્ડમાં 17, દાણીલીમડા 29, ખોખરા વોર્ડમાં 34, ઇસનપુરમાં 22, મણિનગર વોર્ડમાં 5, બહેરામપુરા વોર્ડમાં 35, વટવા વોર્ડમાં 37, અને લાંબા વોર્ડમાં 48 આમ કુલ મળીને દક્ષિણ ઝોનમાં 227 જેટલા પાણીના અનફિટ સેમ્પલ આવ્યા છે. જ્યારે પૂર્વજોની વાત કરવામાં આવે તો પૂર્વ ઝોનમાં કુલ 38 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. જેમાં ભાઈપુરા વોર્ડમાં 4, અમરાઈવાડી બોર્ડમાં 10, ગોમતીપુર બોર્ડમાં 5, વિરાટ નગર વોર્ડમાં 1, ઓઢ વોર્ડમાં 6, નિકોલમાં 2, વસ્ત્રાલ વોર્ડમાં 5 અને રામોલ હાથીજણ વોર્ડમાં 5 પાણીના સેમ્પલ અનફીટ આવ્યા હતા.
ઉત્તર ઝોનની વાત કરવામાં આવે તો : ઉત્તર ઝોનમાં 37 સેમ્પલ આવ્યા હતા. જેમાં કુબેરનગર વોર્ડમાં 8, બાપુનગર વૉર્ડમાં 2, સરસપુર રખિયાલ વૉર્ડમાં 2, સેજપુર બોઘા વૉર્ડમાં 2, ઇન્ડિયા કોલોની વૉર્ડમાં 6 સરદારનગર વૉર્ડમાં 8, નરોડામાં વોર્ડમાં 6 પાણીના સેમ્પલ અનફિટ આવ્યા હતા. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 20 જેટલા પાણીના સેમ્પલ આવ્યા છે. જેમાં જોધપુર વોર્ડમાં 4, વેજલપુર બોર્ડમાં 3, સરખેજ વોર્ડમાં 7 અને મકતમપુરા વોર્ડમાં 6 સેમ્પલ આવ્યા હતા.
ઉતર પશ્ચિમ ઝોનની વાત : ઉત્તર પશ્ચિમ ઝોનમાં કુલ 7 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા હતા. જેમાં બોડકદેવમાં 2, થલતેજ વોર્ડમાં 4, ગોતા વૉર્ડમાં 1 પાણીનું સેમ્પલ અનફીટ આવ્યું. પશ્ચિમ ઝોનમાં કુલ 45 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. જેમાં નવા વાડજ વોર્ડમાં 5, નારણપુરા વોર્ડમાં 4, સરદાર પટેલ સ્ટેડિયમ વૉર્ડમાં 9, વાસણા વોર્ડમાં 3, પાલડી વૉર્ડમાં 1, રાણીપ વોર્ડમાં 7 સાબરમતી વોર્ડમાં 4, ચાંદખેડા વોર્ડમાં 3 અને નવરંગપુરા વોર્ડમાં 9 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા હતા. જ્યારે મધ્યમ ઝોનમાં 133 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. જેમાં ખાડિયા વોર્ડમાં 31, અસારવા વૉર્ડમાં 18, દરીયાપુર વોર્ડમાં 36, જમાલપુરમાં 12, શાહપુર બોર્ડમાં 8, શાહીબાગ વોર્ડમાં 28,જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.
પાણીજન્ય કેસ 6 હજાર વધુ કેસ : શહેરમાં પાણીના સેમ્પલ અનફિટ આવવાને કારણે પાણીજન્ય કેસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષ દરમિયાન જાન્યુઆરી 2023થી લઈને અત્યાર સુધીના 3,720 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે કમળાના 900, ટાઇફોઇડના 2029 અને કોલેરાના 15 કેસ નોંધાયા છે.