- મચ્છરજન્ય રોગચાળાના સામે મનપાએ લીધા પગલાં
- કુલ 292 એકમોને નોટિસ આપી 3,72,300 રૂપિયાનો દંડ વસૂલ કરાયો
- 421 એકમોની તપાસ કરી નોટિસ અપાઇ
અમદાવાદ: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મંગળવારના રોજ શહેરના જુદાજુદા વિસ્તારોની તપાસ કરી હતી. આ તમામ એકમો કોમર્શિયલ એકમ હતા, જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનના 119 એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે સૌથી વધુ વહીવટી દંડ 79 હજાર ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મધ્ય ઝોનના 49 એકમો, દક્ષિણ ઝોનના 12 એકમો, દક્ષિણ પશ્ચિમ ઝોનના 28, ઉત્તર પશ્ચિમ ઝોનના 32, પૂર્વ ઝોનના 22, ઉત્તર ઝોનના 30 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આવેલી 10,329 ઈમારતોમાંથી 4784 ઈમારતો પાસે ફાયર સેફ્ટી જ નથી
ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારી ન ફેલાય તે માટે લીધા પગલા
મનપા દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં સૌથી વધુ દંડ નરોડા વિસ્તારના નેશનલ હેન્ડલુમ પાસેથી 20 હજાર અને 15 હજારનો દંડ બોડકદેવ વિસ્તારમાં આવેલા ઇસ્કોન મોલ પાસેથી લેવામાં આવ્યો છે. અહીં મહત્વનું છે કે, રાજ્યમાં એક તરફ જ્યાં વરસાદની શરૂઆત થઇ છે, ત્યારે પાણીનો ભરાવો થતાં તેમાંથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારી ન ફેલાય અને મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે અમદાવાદના સાઉથ ઝોનમાં હેલ્થ અધિકારીઓ અલગ-અલગ ધોરણે તપાસ કરે છે. જો એકમોમાં ગંભીર બેદરકારી જોવા મળે તો તેમની પાસેથી દંડ લેવાની સાથે એકમોને સીલ કરવાની કામગીરી પણ કરે છે.