ETV Bharat / state

Ahmedabad Metro Court : તેજસ્વી યાદવ સામેના બદનક્ષીના કેસમાં આવતીકાલે મેટ્રો કોર્ટમાં સુનાવણી થશે - બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ

બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે ગુજરાતીઓને ઠગ કહેવા બદલ બદનક્ષીની ફરિયાદ અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તેમાં આવતીકાલે સુનાવણી યોજાશે. સુનાવણીમાં કોર્ટ આ કેસના સાક્ષીઓની તપાસ કરાશે ત્યારબાદ કેસની કાર્યવાહી આગળ વધી શકે છે.

Ahmedabad Metro Court :  તેજસ્વી યાદવ સામેના બદનક્ષીના કેસમાં આવતીકાલે મેટ્રો કોર્ટમાં સુનાવણી થશે

author img

By

Published : May 19, 2023, 9:52 PM IST

અમદાવાદ : બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આવતીકાલે અમદાવાદમાં સુનાવણી થશે. તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ કહીને સંબોધ્યા છે જેથી તમામ ગુજરાતીઓનું અપમાન થાય છે તેવી બાબતને ધ્યાનમાં રાખીને આ ફરિયાદ તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

પ્રાથમિક કેસ બને છે કે નહીં તેની તપાસ : આ કેસની ગત સુનાવણીમાં અમદાવાદ મેટ્રો કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 હેઠળ આ કેસમાં તપાસના આદેશ આપ્યા હતા. જેમાં સૌપ્રથમ કોર્ટ બદનક્ષીની ફરિયાદ અંગે તપાસ કરશે અને ત્યારબાદ ફરિયાદીના પક્ષે અને સાક્ષીઓના પક્ષે પુરાવાઓને ધ્યાનમાં લઈને પ્રાથમિક કેસ બને છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી હતી.મહત્વનું છે કે ફરિયાદ દાખલ કરનાર હરેશ મહેતાએ ખાનગી સમાચાર ન્યૂઝ ચેનલમાં તેજસ્વી યાદવને ગુજરાતીઓ વિરુદ્ધ નિવેદન આપતા સાંભળ્યા હતાં અને ત્યારબાદ તેમણે એક ગુજરાતી તરીકે તેમની લાગણી દુભાતાં બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે.

પુરાવાઓ રજૂ કરવા આદેશ : આ સાથે જ કોર્ટે ફરિયાદી પક્ષને બદનક્ષી બાબતના તમામ પુરાવાઓ અને સાક્ષીઓ રજૂ કરવા માટે કોર્ટે નિર્દેશ કર્યા હતા. અત્રે એ મહત્વનું છે કે કોર્ટના આ નિર્દેશને ધ્યાનમાં રાખીને આવતીકાલે ફરિયાદી પક્ષ તરફથી આ કેસને લઈને સાક્ષીઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે. સાથે જ જે પણ પુરાવાઓ છે તે કાલે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે. જેમાં સર્વપ્રથમ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમગ્ર સાક્ષીઓ અને પુરાવાને ધ્યાનમાં મૂકવામાં આવશે. ત્યારબાદ ઇન્કવાયરી કરીને કોર્ટ તેજસ્વી યાદવ સામે સમન્સ પાઠવી શકે છે અને આગળની કાર્યવાહી થઈ શકે છે.

શું છે સમગ્ર કેસ : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ગુજરાતીઓના ઠગ શબ્દનો પ્રયોગ 22 માર્ચ 2023 ના રોજ કર્યો હતો. જેમાં તેમણે પત્રકાર પરિષદ વખતે ગુજરાતીઓને ઠગ કહ્યાં હતાં. 'સારે ગુજરાતી ઠગ હોતે હૈ, એવું નિવેદન તેજસ્વી યાદવે આપ્યું હતું. આરોપી મેહુલ ચોકસીની રેડ કોર્નર નોટિસ રદ થવાના સવાલ ઉપર તેજસ્વી યાદવે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે આ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ દેશમાં ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે.

  1. Defamation Complaint : બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે માનહાનિ કેસ કરનાર હરેશ મહેતા કોણ છે જાણો
  2. Tejashwi Yadav: તેજસ્વી યાદવની મુશ્કેલી વધશે કે ઘટશે? 20 મેના રોજ થશે વધુ સુનાવણી
  3. Tejashwi Yadav : ગુજરાતીઓને ઠગ કહેવા બદલ બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.