અમદાવાદઃ શહેરને ટ્રાફિકમુક્ત કરવા અનેક જગ્યા પર બીજાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજનું સરેરાશ આયુષ્ય 20 વર્ષનું હોવાનું માનવામાં આવે છે, પરંતુ અમદાવાદના હાટકેશ્વરમાં તૈયાર કરવામાં આવેલા ઓવરબ્રિજની માત્ર 5 જ વર્ષમાં જ બિસ્માર હાલત થઈ જતાં મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું. આના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ફરી વિવાદમાં આવી છે. ત્યારે કૉર્પોરેશનને ઑફિસની બહાર વિપક્ષે વિરોધ કર્યો હતો. સાથે જ કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવાની માગ પણ કરી હતી. આ બ્રિજનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં પણ ઉઠ્યો હતો.
આ પણ વાંચોઃ Navsari Crime : હાઈવે પર ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ, 35 લાખથી વધુના માલ સાથે શખ્સની ધરપકડ
5 વર્ષમાં જ બિસ્માર હાલતમાં બ્રિજઃ કૉંગ્રેસ નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, જનતાના ટેક્સના પૈસાથી તૈયાર કરાયેલો હાટકેશ્વર ઑવરબ્રિજ 5 વર્ષમાં જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બ્રિજનું નિર્માણ કાર્ય અજય ઈન્ફ્રા.ને સોંપવામાં આવ્યું હતું. આ બ્રિજમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે હજી સુધી આ કંપનીને બ્લેકલિસ્ટમાં જાહેર નથી કરવામાં આવી.
રિટાયર્ડ બાદ પણ કોન્ટ્રાકટ પરઃ આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બ્રિજ નિર્માણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારી હિતેશ કોન્ટ્રાક્ટર 7 મહિના પહેલા રિટાયર્ડ થઈ ગયા છે. છતાં પણ હજી સુધી કૉર્પોરેશન દ્વારા તેમને કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ પર હજી રાખવામાં આવ્યા છે. આ અધિકારી રોડ, બિલ્ડીંગ, ઑવરબ્રિજ જેવા પ્રોજેક્ટ પર કામ કરે છે. આવા અધિકારીને બચાવવા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટી આવા કોન્ટ્રાક્ટરને બચાવવા ક્યાંકને ક્યાંક સમયનો દૂરુપયોગ કરી રહ્યા છે તેઓ આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
કોન્ટ્રેકટરને સસ્પેન્ડ કરવામાં આવેઃ આ ઉપરાંત વિપક્ષ નેતા તેમ જ કૉર્પોરેટર દ્વારા આજે અમદાવાદ મ્યુનિસિપલ કૉંર્પોરેશનના કમિશનરની ઑફિસ બહાર સ્ટીકર લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ માગ પણ કરવામાં આવી હતી કે, હિતેશ કોન્ટ્રાક્ટરને તાત્કાલિકપણે સસ્પેન્ડ કરવામાં આવે. તેમ જ અજય ઈફ્રા.ને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે. ઉપરાંત સવારે કૉંગ્રેસના કૉર્પોરેટરો દ્વારા ખોખરા પોલીસ સ્ટેશનમાં આ બ્રિજ મુદ્દે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Vadodara News : વ્હાઈટ હાઉસ પર દબાણનું બુલડોઝર તંત્રએ રોકી દીધું, પુત્રએ હાઈકોર્ટે સ્ટે આપ્યાનો કર્યો દાવો
વિધાનસભામાં પણ ઉઠ્યો મુદ્દોઃ ઉલ્લેખનીય છે કે, રિપોર્ટ મુજબ મકાનનું ધાબુ ભરવા વપરાતી કોન્ક્રિટની ગુણવત્તા કરતા ઓછી કોન્ક્રિટ આ બ્રિજમાં વાપરવામાં આવી છે. આના કારણે બ્રિજની હાલત ગંભીર જોવા મળી રહી છે. આના કારણે શહેરી વિકાસના સચિવ મુકેશ કુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન અને બ્રિજ પ્રૉજેક્ટ એડિશનલ સિટી એન્જિનિયર હિતેશ કોન્ટ્રાક્ટર આ બ્રિજની મુલાકાતે પહોંચ્યા હતા. સરકારના રિપોર્ટ મુજબ પણ આ બ્રિજની અંદર જે મટિરીયલ ઉપયોગમાં લેવાયો છે. તે હલકી ગુણવત્તાનું વપરાયેલું હોય તેવું જાહેર થયું હતું.