ETV Bharat / state

Ahmedabad Drug Peddler: ચાની કીટલી, પાનના ગલ્લા પર ડ્રગ્સ સપ્લાય કરતા યુવાધનને બરબાદ કરનારા ઝડપાયા - 7 લાખથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો

અમદાવાદના પોશ વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરનારા બે પેડલરો (Ahmedabad Drug Peddler)ની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે, બન્ને પેડલરો ગલ્લા, ચાની કિટલીઓ અને નાના કેફેમાં આવતા યુવાવર્ગને ડ્રગ્સ આપતા હતા. પેડલરોની પુછપરછમાં ચોકવાનારી હકકિત સામે આવી છે કે, ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ (Mephedrone Drug in Ahmedabad) લાવીને બજારમાં વેંચતા હતા. જેમાં ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ડ્રગ્સ લાવનાર મુખ્ય આરોપી ફરાર છે. આરોપીઓ પાસેથી ક્રાઈમબ્રાંચે 7 લાખથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી તપાસ હાથ ધરી છે. કઈ રીતે આરોપીઓ પોતાનાં ગ્રાહકો ચાની કિટલીએ અને પાન-મસાલાનાં ગલ્લા પર બનાવતા.

Ahmedabad Drug Peddler: ચાની કીટલી, પાનના ગલ્લા પર ડ્રગ્સ સપ્લાય કરતા યુવાધનને બરબાદ કરનારા ઝડપાયા

author img

By

Published : Dec 10, 2021, 8:36 PM IST

  • પોશ વિસ્તારમાં ચાની કીટલી, પાનના ગલ્લા પર ડ્રગ્સ સપ્લાય કરતા બે ઝડપાયા
  • યુવાનો સાથે મિત્રતા કરી નશાનાં બંધાણી કરી પૈસા કમાવતા માલેતુજાર
  • કડી-કલોલની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ડ્રગ્સનો કાળો કારોબાર

અમદાવાદ: ક્રાઈમબ્રાન્ચની ગીરફ્તમાં દેખાતા આ બન્ને ડ્રગ્સ પેડલરો છે, રવિ શર્મા અને અસીત પટેલ. આ બન્ને અમદાવાદમાં ડ્રગ્સ પેડલર (Ahmedabad Drug Peddler) બનીને યુવાધનને બરબાદ કરવાનું કામ કરતા ઝડપાયા (Drug Suppliers Arrested in Ahmedabad) છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમે બાતમીનાં આધારે થલતેજમાં આરોપી એપાર્ટમેન્ટ ખાતેથી રવિ શર્મા નામનાં યુવકના ઘરમાં રેડ કરી 2.38 લાખની કિંમતનો 23.86 ગ્રામ એમ.ડી ડ્રગ્સ (Mephedrone Drug in Ahmedabad)નો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપી રવિ શર્મા અમદાવાદનાં એસ.જી હાઈવે પર આવેલી ચાની કિટલી તેમજ પાનનાં ગલ્લાં પર બેસતો અને ત્યાં આવતા માલેતુજાર યુવાનો સાથે મિત્રતા કરી નશાનાં બંધાણી કરી પૈસા કમાવતો હતો.

Ahmedabad Drug Peddler: ચાની કીટલી, પાનના ગલ્લા પર ડ્રગ્સ સપ્લાય કરતા યુવાધનને બરબાદ કરનારા ઝડપાયા

5 લાખની કિંમતનું 50 ગ્રામ એમ.ડી ડ્રગ્સ

આરોપી રવિ શર્માની પુછપરછ કરતા સામે આવ્યુ કે તે પોતે નશાનો બંધાણી છે અને તેણે આ ડ્રગ્સનો જથ્થો સોલા નજીક ત્રાગડમાં રહેતા અસીત પટેલ નામનાં શખ્સ પાસેથી ખરીદયો હતો. જેથી ક્રાઈમબ્રાન્ચે અસીત પટેલનાં ત્યાં રેડ (Crime branch raid on drugs racket in Ahmedabad) કરીને તેની ગાડીમાંથી 5 લાખની કિંમતનું 50 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ બન્ને આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે, ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા પંકજ પટેલ નામનાં યુવક પાસેથી આ એમ.ડી ડ્રગ્સ ખરીદતા હતા અને ફરાર આરોપી પંકજ પટેલ કડી-કલોલની ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતો ત્યાંથી મેફેડ્રોન ડ્રગ્સ ખરીદી કરી અલગ-અલગ પેડલરોને આપતો હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad Drug Peddler: ચા ની કીટલી, પાનના ગલ્લા પર ડ્રગ્સ સપ્લાય કરતા યુવાધનને બરબાદ કરનારા ઝડપાયા

પેડલરોને 1500 રૂપિયાની આસપાસ આપતો

જ્યારે પકાયેલ પેડલર આસિત પટેલની પૂછપરછ કરતાં ફાર્મા કંપનીમાં નોકરી કરતો પંકજ પટેલ પાસેથી 800 રૂપિયામાં ડ્રગ્સ લાવતો હતો અને 1000 રૂપિયામાં રવિ શર્માને ડ્રગ્સ આપતો હતો. રવિ શર્મા ડ્રગ્સ પેડલરોને 1500 રૂપિયાની આસપાસ આપતો હતો. વધુ પૂછપરછ કરતાં તેઓ આ ડ્રગસ શહેરના વૈષ્ણવદેવી, સિંધુભવન, ગોતા, ત્રાગડ સહિતના વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા અને ચાની કીટલીઓ ઉપર જ્યાં સૌથી વધારે યુવાવર્ગ જોવા મળે છે, ત્યાં મેફેડ્રોન વેચતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, ડ્રગ્સ નેટવર્કમાં પકડાયેલ બે પેડલરો સાથે શહેરના મોટા ચાર પેડલરો સંડોવણી સામે આવી છે જેથી ક્રાઇમ બ્રાન્ચ પકડેલ આરોપીઓએ અત્યાર સુધીમાં એમ.ડી ડ્રગ્સનો જથ્થો કોને કોને વેચ્યો અને અન્ય કોણ ડ્રગ્સ પેડલર તેઓની સાથે શામેલ છે, તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ (Ahmedabad crime branch inquiry of drug case)હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ડ્રગ્સનો વેપાર કરતા ત્રણ આરોપીઓને SOG ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા

આ પણ વાંચો: પાકિસ્તાને આ પહેલા પણ ડ્રગ્સ ઘુસાડવા ઘણા પ્રયન્તો કર્યા, પણ હમેશ નિષ્ફ્ળતા મેળવી: હર્ષ સંઘવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.