ETV Bharat / state

Ahmedabad Crime : રીસાયેલી પત્નીને લેવા પહોંચ્યો યુવક, પત્ની સહિત સાસરિયાઓએ એવું કર્યું કે જીવ ગુમાવ્યો - ઘરેલુ ઝઘડામાં એક યુવકની હત્યા

અમદાવાદમાં રીસામણે ગયેલી પત્નીને મનાવવા ગયેલા પતિને પત્નીનો તો ન મળી પરંતુ મોત મળ્યું છે. પત્ની, સાસુ, સસરા સહિતનાએ ભેગા મળી યુવકને માર મારી એસિડ પીવડાવી હત્યા કરી નાખી છે. જે બાબતે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Ahmedabad Crime : રીસાયેલી પત્નીને લેવા પહોંચ્યો યુવક, પત્ની સહિત સાસરિયાઓએ એવું કર્યું કે જીવ ગુમાવ્યો

author img

By

Published : Aug 12, 2023, 3:18 PM IST

ફરિયાદ નોંધાવવામાં આવી

અમદાવાદ : અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શાહપુરમાં ઘરેલુ ઝઘડામાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. પતિપત્ની વચ્ચે અવારનવાર અણબનાવ થતા પિયરમાં રિસામણે ગયેલી પત્નીને મનાવવા ગયેલા પતિને પત્ની સાસુસસરા અને અન્ય વ્યક્તિએ ભેગા મળીને માર માર્યો હતો. જે બાદ પત્ની સાસુ, સાળા અને એક અન્ય વ્યક્તિએ જબરદસ્તી તેને એસિડ પીવડાવી દેતા તેને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે અંતે માધુપુરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ ઘટના બન્યા બાદ આરોપીઓ ઘર બંધ કરીને કરાર થઈ ગયા હોય પોલીસે તેઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે. પારિવારિક ઝઘડામાં આ હત્યાને અંજામ અપાયો છે...આઈ. એન. ઘાસુરા (પીઆઈ, માધવપુરા પોલીસ સ્ટેશન)

અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આવેલા મજૂર ગામમાં રહેતા જીગ્નેશ વાઘેલાના મોટાભાઈ પ્રહલાદભાઈના બે વખત લગ્ન થયા હતાં. અગાઉ વર્ષ 2007માં ભારતીબેન સાથે લગ્ન થયા હતા, ત્યારબાદ છૂટાછેડા થતા વર્ષ 2010માં શિલ્પાબેન સાથે બીજા લગ્ન થયા હતા. જે બાદ પ્રહલાદભાઈ તેમની પત્ની શિલ્પાબેન તેમજ તેની બે પુત્રી સાથે અલગ રહેતા હતાં. પ્રહલાદભાઈ અને તેઓની પત્ની શિલ્પાબેન વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હોવાથી અને છેલ્લા એક મહિનાથી તેઓની પત્ની શિલ્પાબેન તેઓના પિયર શંકર ભુવનના છાપરા શાહપુર ખાતે રહેવા જતા રહ્યા હતાં.

સાસરીએ બોલાવાયા હતાં : 11 ઓગસ્ટ 2023 ના રોજ સવારના સમયે ફરિયાદીના બહેને તેઓને જણાવ્યું હતું કે પ્રહલાદભાઈ જેવા કોઈ વ્યક્તિ શંકર ભુવનના છાપરા પાસે સૂઈ રહ્યાં છે. તેઓનો ભાઈ ઘરે હાજર ન હોય તેઓને ચિંતા થતાં તેઓ બહેન સાથે ત્યાં પહોંચ્યા હતા. સવારના 11 વાગ્યા આસપાસ શંકર ભુવનના છાપરા પાસે અર્બન હેલ્થ સેન્ટર પાસે ફૂટપાથ ઉપર પ્રહલાદભાઈ વાઘેલા સૂતેલી હાલતમાં મળી આવ્યા હતાં. તેઓને શરીરે ઇજાના નિશાન હોય જેથી આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે તે પત્ની શિલ્પાને લેવા માટે સાસરીમાં ગયાં હતાં.જ્યાં માર માર્યો હતો અને એસિડ પીવડાવ્યું હતું.

ચારે જણાએ તેને એસિડ પીવડાવ્યું : પ્રહલાદભાઈએ જણાવ્યું હતું કે પત્ની શિલ્પાએ માસ્ટર પેટ્રોલ પંપ ખાતે બોલાવ્યો હતો અને અગાઉના ઝઘડાની અદાવત રાખીને પત્ની શિલ્પા સાસુ શકુબેન પરમાર તેમજ મનોજભાઈ વાઘેલા નામના વ્યક્તિ તેમજ તેઓનો સાળો દીપક પરમાર તમામે ભેગા થઈને તેને માર્યો હતો. ત્યાંથી શંકર ભુવનના છાપરા પાસે લઈ જઈ રાત્રે 2 વાગે આસપાસ જબરદસ્તીથી ચારે જણાએ તેને એસિડ પીવડાવ્યું હતું.

સારવાર દરમિયાન મોત : ભાઈની વાત સાંભળીને તરત જ ફરિયાદીએ 108 બોલાવી પ્રહલાદ વાઘેલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં રાતના સમયે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર બાબતને લઈને તેઓએ માધવપુરા પોલીસ પથકે હત્યા, મારામારી સહિતની કલમો હેઠળ શિલ્પાબેન પ્રહલાદભાઈ વાઘેલા, તેઓની માતા શકુબેન પરમાર, મનોજ વાઘેલા અને સાળા દીપક પરમાર સામે માધુપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

  1. પ્રાથમિક શાળાના શિક્ષિકાએ એસિડ પીધું, આચાર્યના ત્રાસનો આક્ષેપ
  2. બાઈક પર આવેલા શખ્સોએ વિદ્યાર્થિની પર કર્યો એસિડ હુમલો, CCTVમાં ઘટના કેદ
  3. Crime In Ahmedabad: અમદાવાદ ખાતે જનેતા પર પુત્ર અને વહુ દ્વારા કરાયો એસિડ એટેક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.