ETV Bharat / state

અમદાવાદ સહિત 3 એરપોર્ટનું ખાનગીકરણ, અદાણી ગ્રુપ કરશે સંચાલન

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)ના અમદાવાદ, લખનઉ અને મેંગાલુરુ એમ ત્રણ એરપોર્ટને ભાડા પટ્ટે આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jul 3, 2019, 9:37 PM IST

આ ત્રણ એરપોર્ટ જાહેર-ખાનગી ભાગીદારી (PPP)ના ધોરણે સૌથી ઊંચી બિડ કરનાર મેસર્સ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડને ભાડાપટ્ટે આપવામાં આવ્યાં છે. જેણે આ ત્રણેય એરપોર્ટના ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ માટે 50 વર્ષના ભાડાપટ્ટાના ગાળા માટે બિડ ડોક્યુમેન્ટની શરતો અને નિયમો મુજબ સૌથી ઊંચી બિડ કરી હતી.

આ પ્રોજેક્ટ્સથી સરકારી ક્ષેત્રમાં જરૂરી રોકાણ મળવા ઉપરાંત ડિલિવરી, કુશળતા, ઉદ્યોગસાહસિકતા અને વ્યાવસાયિકતામાં કાર્યદક્ષતા આવશે. એનાથી AAIની આવકમાં પણ વધારો થશે. જે AAIને ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં વધારે રોકાણ કરવા તરફ દોરી શકે છે. આ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન કરવા અને સંબંધિત માળખાગત સુવિધાઓની દ્રષ્ટિએ આર્થિક વિકાસને વેગ મળશે.

Intro:અમદાવાદ સહિત 3 એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ કરશે

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)નાં અમદાવાદ, લખનૌ અને મેંગાલુરુ એમ ત્રણ એરપોર્ટને ભાડાપટ્ટે આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણ એરપોર્ટ જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)નાં ધોરણે સૌથી ઊંચી બિડ કરનાર મેસર્સ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડને ભાડાપટ્ટે આપવામાં આવ્યાં છે, જેણે આ ત્રણેય એરપોર્ટનાં ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ માટે 50 વર્ષનાં ભાડાપટ્ટાનાં ગાળા માટે બિડ ડોક્યુમેન્ટની શરતો અને નિયમો મુજબ સૌથી ઊંચી બિડ કરી હતી.Body:આ પ્રોજેક્ટ્સથી સરકારી ક્ષેત્રમાં જરૂરી રોકાણ મળવા ઉપરાંત ડિલિવરી, કુશળતા, ઉદ્યોગસાહસિકતા અને વ્યાવસાયિકતામાં કાર્યદક્ષતા આવશે. એનાથી એએઆઈની આવકમાં પણ વધારો થશે, જે એએઆઈને ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં વધારે રોકાણ કરવા તરફ દોરી શકે છે તથા આ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન કરવા અને સંબંધિત માળખાગત સુવિધાઓની દ્રષ્ટિએ આર્થિક વિકાસને વેગ મળશે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.