અમદાવાદઃ નમસ્તે કાર્યક્રમ બાદ અમેરિકી રાષ્ટ્રપતિનો અભિવાદન માટે તંત્ર દ્વારા ખાસ એક મસમોટું બેનર લગાવવામાં આવ્યું છે. પરંતુ પડદા પાછળની વાત કરવામાં આવે તો જ્યારે અમરેકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેડિયમમાંથી બહાર નીકળે તો તેમની સામે જ એક મૂક બધિર શાળા આવે છે. જે જર્જરિત હાલત અને અત્યંત દયનીય હાલતમાં છે. તેને ઢાંકવા માટે મસમોટું પોસ્ટ સ્કૂલની આગળ જ લગાવી દેવામાં આવ્યું છે. તો શું આવી રીતે તંત્ર દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને ગુજરાત બતાવવવામાં આવશે.
આમ અમદાવાદના ઇન્દિરા બ્રિજ સર્કલ ખાતે આવેલા સ્લમ વિસ્તારને દિવાળીથી ઢાંકી દેવામાં આવ્યું. તેવી જ રીતે સ્ટેડિયમની vip ગેટની બહાર જે મૂક બધિર શાળા છે. તેને પણ મસમોટા પોસ્ટરથી ઓઢાડી દેવામાં આવી અને તે પોસ્ટમાં જ તંત્ર દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનવામાં આવ્યો છે.