પીડિત મહિલા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે થોડા દિવસો અગાઉ બલરામના ભાઈ કિશોરનો વીડિયો પાણીની સમસ્યાને લઈને વાયરલ થયો હતો અને તેની રજુઆત કરવા તેઓ બલરામ થાવાણી પાસે ગયા હતા ત્યારે બલરામે પહેલા મહિલાને લાફો મારી દીધો હતો અને નીચે પાડી દીધી હતી, નીચે પડ્યા બાદ મહિલાને મોઢા પર અને પેટ પર લાતો મારી હતી. આ સાથે બલરામના સમર્થકોએ પણ મહિલા અને તેના પતિને દંડાથી માર માર્યો હતો.આ સમગ્ર મામલે મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
માહિલાએ વધુમાં કહ્યું હતું કે તેના પર હજુ પણ હુમલા થવાની શકયતા છે, તેને ન્યાય જોઈએ છે. જે ભાજપ બેટી બચાવો,બેઠી પઢાવો અને નારી સશક્તિકરણની વાતો કરે છે તેના જ ધારાસભ્ય દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવે તે કેટલું યોગ્ય ગણાય પોલીસે મહિલાની ફરિયાદ નોંધી તો છે પણ હવે કેવી કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું..