ETV Bharat / state

SoUમાં જોવા મળ્યો 75 વિન્ટેજ કારનો જમાવડો, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર - ગુજરાત પર્યટન વિભાગ

વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ (Vadodara Laxmi Vilas Palace)થી નીકળીને 75 વિન્ટેજ કારની રેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Vintage Car rally in Statue of Unity) પહોંચી હતી. આ રેલી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.

SoUમાં જોવા મળ્યો 75 વિન્ટેજ કારનો જમાવડો, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

author img

By

Published : Jan 10, 2023, 10:12 AM IST

પર્યટકોએ પહેલીવાર જોઈ આવી કાર

અમદાવાદ/નર્મદા આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે (azadi ka amrit mahotsav) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. તેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં (Vintage Car rally in Statue of Unity) ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ (21 Gun Salute Heritage and Culture Trust) દ્વારા વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ યોજાઈ હતી. વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસથી (Vadodara Laxmi Vilas Palace) સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગર સુધીનું અંતર કાપીને આવેલી આ વિન્ટેજ કાર રેલીમાં ઉદ્યોગપતિઓ અને રાજવી પરિવારોની 75 જેટલી વિન્ટેજ કાર સામેલ હતી.

પર્યટકોએ પહેલીવાર જોઈ આવી કાર આ વિશાળ કાર ડ્રાઈવમાં હેરિટેજ કાર્સની એન્ટ્રી (Vintage Car rally in Statue of Unity) અને જમાવડાએ પર્યટકોને આશ્ચર્યચકિત કરી પર્યટકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ વિન્ટેજ કાર રેલીમાં ઘણી એવી કાર હતી, જે પર્યટકોએ પહેલીવાર જોઈ હતી. આવા આયોજનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પર્યટન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (statue of unity kevadia) સ્થાનિકો સહિત દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કરશે.

વિશ્વના 27 દેશોથી 35 જજીસ આવ્યા છે 21 ગન સેલ્યુટ એન્ડ કલ્ચર ટ્રસ્ટ ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી (21 Gun Salute Heritage and Culture Trust) મદન મોહને જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની (azadi ka amrit mahotsav) ઉજવણી પ્રસંગે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસથી પ્રસ્થાન (Vadodara Laxmi Vilas Palace)કરી 90 કિલોમીટરનું અંતર કાપીને આ રેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચી (statue of unity kevadia) છે. વિશ્વના 27 દેશોથી આવેલા 35 જજિસ, તેમના પ્રતિનિધિ તેમ જ દેશના ખૂણેખૂણેથી આવેલી આ વિશેષ કારો આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં પહોંચી હતી.

આ પણ વાંચો રાજકોટના પિતા પુત્રની જોડીએ તૈયાર કરી 3 લાખની ઇલેક્ટ્રિક વિન્ટેજ કાર

વિશ્વભરને એકતાનો સંદેશ ગુજરાત પર્યટન ક્ષેત્રે એક અલગ જ કિર્તીમાન સ્થાપિત કરી રહ્યું છે. તેને વધુ પ્રોત્સાહિત કરવા અને જાગૃતિ ફેલાવવા માટે ગુજરાતના પર્યટન વિભાગના (Gujarat Tourism Department) સહયોગથી વિન્ટેજ કાર ડ્રાઈવનું આયોજન કર્યુ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરનું આ મનમોહક દ્રશ્ય (Vintage Car rally in Statue of Unity) વિશ્વભરને એકતાનો સંદેશો પહોંચાડશે.

આ પણ વાંચો US આર્મીએ વર્લ્ડ વોરમાં વાપરેલી જીપકાર વિન્ટેજ શોમાં જોવા મળી

ઉદ્યોગપતિઓ અને રાજવી પરિવારોએ લીધો ભાગ આ કાર રેલીમાં ઐતિહાસિક ડ્રાઈવમાં હેરિટેજ કાર ધરાવનારા ઉદ્યોગપતિ તથા રાજવી પરિવાર કે તેમના સબંધીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં (Vintage Car rally in Statue of Unity) વિન્ટેજ કાર ડ્રાઈવના આયોજનની સરાહના કરીને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

આઝાદી પહેલાની વિન્ટેજ કાર અહીં 75 વિન્ટેજ કારની પરેડ દર્શાવવામાં આવી હતી, જેમાં 1922 ડેમલર, 1938 રોલ્સ-રોયસ 25/30, 1911 નેપિયર, 1933 પેકાર્ડ વી12, રોલ્સ-રોયસ ફેન્ટમ 2, 1947 લિંકન કોસ્મોપોલિટન, 1960 મર્સિડીઝ બેન્ઝ 190 SL બેન્ઝ મોટરવેગન, 1948 બ્યુક સુપર, 1936 ડોજ ડી ૨ કન્વર્ટિબલ સેડાન, 1948 હમ્બર, 1936 ઓસ્ટિન 10/4 ટૂરર અને 1931 ફોર્ડ એ રોડસ્ટર ડ્રાઇવ જેવી અદભૂત હેરિટેજ કારોએ કારના શોખીનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.