તાજેતરના સર્વેમાં સામે આવ્યું છે કે, સરેરાશ એક લાખ બાળકોમાંથી 10 બાળકો ટાઈપ 1 ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. તેની પાછળ ઘણા બધા કારણોમાંનું એક કારણ બાળકોની જીવનશૈલી પણ છે.
ડૉ. મનીષ અગ્રવાલ જણાવે છે કે,અત્યારે લોકોની લાઈફ સ્ટાઈલ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. લોકો તેના પર વધુ ધ્યાન આપતા નથી. જેના લીધે ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. અમે નવેમ્બર મહિનાની ડાયાબિટીસ મંથ તરીકે ઉજવણી કરી રહ્યા છીએ. દર વર્ષે ડાયાબિટીસને લગતા અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવે છે. તેમ છતાં દર વર્ષે ડાયાબિટીસનું પ્રમાણ ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે. આગામી વર્ષોમાં તો ભારત ડાયાબિટીસ ધરાવતા લોકોની સંખ્યામાં પહેલા ક્રમાંક પર પહોંચી જાય તેવી સ્થિતિ છે. પરંતુ આ પ્રમાણ ઘટી કેમ નથી રહ્યું તે અંગે ડોક્ટરો પણ રિસર્ચ કરી રહ્યા છે.
લોકોને હેલ્થી રહેવાના મેસેજ આપવા પાંચ કિલોમીટરની સાયકલોથોન અને વોકેથોન 17 નવેમ્બરના રોજ મેડીલીંક હોસ્પિટલથી શરૂ થઈ શ્યામલ સુધી યોજવામાં આવશે. જેનો રૂટ શિવરંજની અંધજન મંડળ હેલ્મેટ અને ત્યાંથી શ્યામલ સુધીનો રહેશે. આ સાથે અંધજન મંડળ સુધીની વોકેથોન પણ યોજાશે.