- ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માટે ભારતીય ખેલાડીઓ (Indian players)ને ટોક્યો (Tokyo) મોકલવાની તૈયારી પૂરજોશમાં
- ભારતીય ખેલાડી (Indian players)ઓનું પહેલું ગૃપ એર ઈન્ડિયાની ચાર્ટર્ડ ફ્લાઈટ (Air India's chartered flight)થી 14 જુલાઈએ જશે ટોક્યો
- ભારતીય ખેલાડીના અન્ય ગૃપના ખેલાડીઓ (Players from other groups of Indian players)ને 16થી 18 જુલાઈની વચ્ચે ટોક્યો (Tokyo) મોકલાશે
નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓને ટોક્યો (Tokyo) મોકલવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે 14 જુલાઈએ ખેલાડીઓનું પહેલું ગૃપ ટોક્યો (Tokyo) જવા રવાના થશે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના મહાસચિવે (Rajiv Mehta, General Secretary of the Indian Olympic Association) જણાવ્યું હતું કે, ત્યાં ટોક્યો (Tokyo) પહોંચ્યા પછી તમામ એથલિટ્સ અને અધિકારીઓ (Athletes and officials)ને ત્રણ દિવસ માટે ક્વોરન્ટાઈન (Quarantine) રહેવું પડશે. આગમનનો દિવસ શૂન્ય દિવસ કહેવામાં આવે છે. ક્વોરન્ટાઈન (Quarantine) પછી તમામ ખેલાડીઓ બહાર નીકળી શકશે. ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓનું પહેલું ગૃપ (The first group of Indian players) 14 જુલાઈએ જશે. જ્યારે બાકીનું ગૃપ 16થી 19 જુલાઈ વચ્ચે જશે.
આ પણ વાંચોઃ Olympics 2036 ની તૈયારીઓ માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનને સૂચના આપવામાં આવી : CM Rupani
કોરોના વાઈરસના કારણે વર્ષ 2020માં રદ કરવામાં આવી હતી ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)
આપને જણાવી દઈએ કે, જાપાનના ટોક્યોમાં થનારી ઓલિમ્પિક રમતો (Tokyo Olympics)નું આયોજન 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી થશે. આ રમતોનું આયોજન ગયા વર્ષે થવાનું હતું, પરંતુ કોરોના વાઈરસના કારણે ઓલિમ્પિક રમતો (Tokyo Olympics)ને એક વર્ષ માટે રદ કરી દેવામાં આવી હતી. જોકે, ટોક્યો પહોંચતા 3 દિવસ સુધી તમામ લોકોએ ક્વોરન્ટાઈન (Quarantine) રહેવું પડશે. ત્યારબાદ જ તેઓ બહાર નીકળી શકશે.
આ પણ વાંચોઃ ઐતિહાસિક ક્ષણ : 6 ગુજરાતી મહિલાઓ Tokyo Olympicsમાં ભાગ લેશે
24 ઓગસ્ટે શરૂ થશે ટોક્યો પેરા ઓલિમ્પિક (Tokyo Paralympics)
તો 24 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા ટોક્યો પેરા ઓલિમ્પિક (Tokyo Paralympics)ની વાત કરીએ તો, પેરા ઓલિમ્પિક માટે સ્ટાર ભાલા ફેંક ખેલાડી દેવેન્દ્ર ઝાઝરિયા (Star javelin thrower Devendra Zazaria) અને ઉંચી કૂદના એથલિટ મરિયાપ્પન થંગાવેલૂ (High jump athlete Mariappan Thangavelu)ની આગેવાનીમાં 24 સભ્યોની એથલિટ્સની ટીમ (A team of 24 members athletes) જાહેર કરવામાં આવી છે. ઝાઝરિયા અને થંગાવેલુએ વર્ષ 2016ના રિયો ઓલિમ્પિકમાં ક્રમશઃ એફ-46 ભાલા ફેંક અને ટી-42 ઉંચી કૂદ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો હતો. આ ઉપરાંત ભારતીય પેરા ઓલિમ્પિક દળમાં વિશ્વ રેકોર્ડ ધરાવતા સંદીપ ચૌધરી અને સુમિત પણ શામેલ છે.