- રૂ. 2 કરોડના ખર્ચે તૈયાર થયું છે નવું ભવન
- ધોની અંગે ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ
- અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે નવું ભવન
ઝાલોરઃ સાંચોર ઉપખંડ ક્ષેત્રમાં સંઘવી તીજાબેન મિશ્રીમલજી કટારિયા રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય જાખલમાં આજે બુધવારે નવા ભવનનું લોકાર્પણ થશે. આ લોકાર્પણ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના હસ્તે કરવામાં આવશે. આ અંગેની તમામ તૈયારીઓ આખરી તબક્કામાં છે. જ્યારે ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહેન્દ્રસિંહ ધોની બપોરે જાખલ પહોંચશે
આ અંગે મળતી માહિતી અનુસાર, સાંચોર ઉપખંડ ક્ષેત્રના જાખલ ગ્રામ પંચાયતમાં સંઘવી તીજાબેન મિશ્રીમલજી કટારિયા રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં ભામાશાહ મિશ્રીમલ દુદાજી કટારિયાએ અત્યાધુનિક નવા ભવનનું નિર્માણ કરાવ્યું છે. ઘણી બધી સુવિધા ધરાવતા આ ભવનનું નિર્માણ રૂ. 2 કરોડના ખર્ચે કરાયું છે. ભામાશાહ ગોરખચંદ સંઘવીએ આ અંગે જણાવ્યું કે, ધોની અમદાવાદ સુધી ફ્લાઈટમાં આવ્યા પછી રસ્તાના માર્ગે બુધવારે બપોરે જાખલ પહોંચીને ઉદ્ઘાટન કરશે.