- વર્લ્ડ કપ આર્ચરી 2021માં ભારતને સફળતા
- 3 મહિલા આર્ચરે મેળવ્યો ગોલ્ડ
- મેક્સિકોને હરાવીને મેળવી સફળતા
રાંચી: ઝારખંડની 3 આચર્સ દીપિકા કુમારી, અંકિતા ભગત અને કમાલિકા બારીએ પેરિસમાં ભારતનું નામ રોશન કર્યું છે. ફ્રાંસની રાજધાની પેરિસમાં આર્ચરી વિશ્વકપમાં ભારતીય મહિલા રિકર્વ ટીમએ સ્વર્ણિમ ઇતિહાસ રચ્યો છે. મહિલા રિકર્વ ટીમે રવિવારે 3જા તબક્કાના ફાઇનલમાં મેક્સિકોને હરાવીને સ્વર્ણપદક મેળવ્યો છે.
ભારતીય આર્ચરને મળી સફળતા
વિશ્વ કપ આર્ચરી પ્રતિયોગિતામાં ફાઇનલમાં ફાઇનલમાં ભારતીય આર્ચરએ મેક્સિકોને પાંચ સેટમાં હરાવીને સુવર્ણ પદક મેળવ્યો છે. આ પહેલા આજ અઠવાડિયામાં ભારતીય મહિલા ટીમ ઓલંપિક માટે ક્વૉલિફાઇ ન હતી કરી શકી. જેની સામે રવિવારે આ ટીમે વિશ્વ કપ આર્ચરી પ્રતિયોગીતામાં પોતાની સિદ્ધી સાબિત કરી છે જેમાં દીપિકા કુમારી, અંકિતા ભગત અને કમાલિકા બારીને પેરિસમાં ભારતને સફળતા અપાવી છે.